#😰ભયંકર પૂરમાં 100થી વધુના મોત, મોઝામ્બિકમાં પૂરની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.મોઝામ્બિક સરકાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ (INGD) ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 103 લોકોના મોત થયા છે.પૂરના કારણે આશરે 2 લાખ થી વધુ લોકો પ્રભાવિત થયા છે.ભારે વરસાદને કારણે 1,160થી વધુ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને 4,000થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત 70,000 હેક્ટર ખેતીની જમીન (ચોખા અને મકાઈનો પાક) ધોવાઈ ગઈ છે.મોઝામ્બિક સરકારે દેશમાં 'નેશનલ રેડ એલર્ટ' જાહેર કર્યું છે. દક્ષિણ અને મધ્ય મોઝામ્બિકની લિમ્પોપો અને ઇનકોમાતી જેવી મુખ્ય નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે.પડોશી દેશ ઝિમ્બાબ્વેમાં પૂર અને વરસાદના કારણે 70 લોકોના મોત થયા. દક્ષિણ વિસ્તારમાં આવેલા મેસિંગિર ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચી જતાં વધારાનું પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું સ્તર હજુ વધી શકે છે.
#📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #🌏 વિદેશની અપડેટ્સ
01:06

