ShareChat
click to see wallet page
search
#😯કફ સીરપ પીધા બાદ બાળકીનું મોત, વડોદરા: માતા, પિતાના મોત પછી દાદા, દાદી સાથે રહેતી પાંચ વર્ષની બાળકીને શરદી થઇ હોઇ તેના કાકાએ શરદીની સિરપ આપી હતી. ત્યારબાદ આજે સવારે તેનું મોત થતા બાળકીની માસીએ શંકાસ્પદ મોત થયાના આક્ષેપ કરતા ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે. ગોરવા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇલોરાપાર્ક આત્મજ્યોતિ આશ્રમ પાસે કાનન ફ્લેટમાં રહેતા ૮૬ વર્ષના મનસુખભાઇ દેવજીભાઇ ઠક્કર અને તેમના પત્ની અંજુબેન નિવૃત્ત જીવન ગુજારે છે. મનસુખભાઇના પુત્ર હર્ષદભાઇ અને તેમના પત્નીનું ત્રણ વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ તેમની એક દીકરી ધ્યાની (ઉં.વ.૫) દાદા, દાદી સાથે વડોદરામાં અને બીજી દીકરી માસી રૃપલબેન સાથે ખંભાતમાં રહેતી હતી. ધ્યાનીની તબિયત સારી નહીં હોવાના કારણે ગઇકાલે રાત્રે તેના કાકા શૈલેષ ઠક્કર (રહે. ઓમકારેશ્વર રેસિડેન્સી, રામા કાકાની ડેરી પાસે, છાણી જકાતનાકા) એ આપેલી કફ સિરપ પીવડાવી હતી. રાત્રે બાળકીની તબિયત વધારે બગડતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાંથી બીજી હોસ્પિટલમાં રિફર કરાઇ હતી. પરંતુ, બાળકીનું મોત થયું હતું. બાળકીની માસી રૃપલબેને પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, ધ્યાનીને જે દવા પીવડાવી હતી. તે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપી હોઇ શંકાસ્પદ છે. તેના કારણે જ તેનું મોત થયું છે. જેથી, ગોરવા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એન. લાઠિયાની સૂચના મુજબ, પી.એસ.આઇ.એમ.કે.વાળાએ બાળકીના મૃતદેહનું ગોત્રી હોસ્પિટલમાં પેનલ પી.એમ.કરાવ્યું છે. પી. એમ. નો ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી બાળકીના મોતનું સાચું કારણ જાણવા મળશે. #આજના સમાચાર #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #વડોદરા
😯કફ સીરપ પીધા બાદ બાળકીનું મોત - ShareChat
00:55