ગુજરાતમાં સૌથી મોટા ષડ્યંત્રનો પર્દાફાશ! આતંકી સંગઠનોમાં સામેલ ફૈઝાન શેખની ધરપકડ
Gujarat ATS News: રાજ્યમાં એક મોટી આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ગુજરાત ATS એ કાવતરાખોરોનો પર્દાફાશ કર્યો છે. નવસારીના ચારપુલ વિસ્તારમાંથી ATSની ટીમે એક ખતરનાક ઈરાદો ધરાવતા શખ્સની ધરપકડ કરી છે. ફૈઝાન શેખ નામના શખ્સને ગુજરાત ATSએ પકડ્યો છે. આ શખ્સ જૈશ અને અલકાયદા આતંકી સંગઠનથી પ્રભાવિત થયો હતો.