પરીક્ષામાં હવે વાતચીત, હાથ-આંખથી કરેલા ઈશારા, હાવભાવ પણ ગેરરીતિ ગણાશે! ગેરરીતિ રોકવા 6 નવા મુદ્દાઓનો સમાવેશ
JEE Exam: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE મેઈનની પરીક્ષામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિને જડમૂળથી રોકવા માટે નવા અને અત્યંત કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. NTA દ્વારા ગેરરીતિના નિયમોમાં 6 નવા મુદ્દાઓનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે પરીક્ષા દરમિયાન હવે માત્ર બોલવું જ નહીં, પણ હાથ અને આંખના ઈશારા તેમજ મોઢાના હાવભાવથી વાતચીત કરવી પણ ગેરરીતિ ગણાશે.