હવે 5 નહીં...માત્ર 1 વર્ષની નોકરી કરશો તો પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે બદલ્યો કાયદો!
Labour Act Reforms: સરકાર તરફથી શુક્રવારે શ્રમ કાયદામાં મોટા ફેરફારો અને સુધારાઓની જાહેરાત કરવામાં આવી છે. આ હેઠળ કેન્દ્રીય શ્રમ મંત્રાલયે 29 શ્રમ કાયદાઓને ઘટાડીને માત્ર 4 કોડ સુધી સીમિત કર્યા છે. શ્રમ મંત્રાલય મુજબ, આ નવા કોડથી દેશના તમામ શ્રમિકો (અનૌપચારિક સેક્ટર, ગિગ વર્કર્સ, પ્રવાસી મજૂરો અને મહિલાઓ સહિત)ને બહેતર વેતન, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય-સુરક્ષાની ગેરંટી મળશે.