ગુજરાતમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, 15 દિવસના બાળકનું રેસ્ક્યું, ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો
Ahmedabad Cricme Branch: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સંવેદનશીલ ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય બાળ તસ્કરી (Child Trafficking) રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATS તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે વોચ ગોઠવીને એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આરોપીઓ પાસેથી માત્ર 15 દિવસનું નવજાત બાળક મળી આવ્યું છે, જેને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યું છે.