#😱21 કરોડની પાણીની ટાંકી ધરાશાયી, સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે ગઇકાલે 9 લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતી નવી ટાંકી ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના બાદ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી છે. સંબંધિત નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક ઇજનેર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ત્યારે કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી તપાસ અને વળતરની માંગ કરી છે.આ પાણીની ટાંકી 21 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. ટાંકીનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક તે જમીનદોસ્ત થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સરકારે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સસ્પેન્શન ઉપરાંત, ટાંકી બનાવનાર એજન્સીના તમામ ચૂકવણા અટકાવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે, જેથી જવાબદારો સામે વધુ કાર્યવાહી થઈ શકે.
#તાજા સમાચાર #આજના સમાચાર #🔥 બિગ અપડેટ્સ #સુરત


