સુરતમાં ITનો સપાટો! વસંત ગજેરા અને ચુનીભાઇ ગજેરા જેવા નામચીન ઉદ્યોગપતિને ત્યાં રેડ
Surat Income Tax: સુરતમાં આજે વહેલી સવારથી જ ફરી એકવાર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. જી હા... શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ અને હીરા જગતના દિગ્ગજો ગણાતા લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રુપ પર ઇન્કમટેક્સની ટીમ એક્શન મોડમાં જોવા મળી છે. ઇન્કમટેક્સની DDI વિંગે દરોડા પાડતા સમગ્ર હીરા ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.