ગુજરાતમાં BJPનો માસ્ટર સ્ટ્રોક; ભાજપે ત્રણ શહેરોના સંગઠન જાહેર કરી બંધ પત્તા ખોલ્યા!
Gandhinagar News: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌથી મહત્વની જાહેરાત કરાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરાયા બાદ શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. સોમવાર સાંજથી ભાજપ દ્વારા જિલ્લા-શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવાની શરૂઆત કરી છે. દાહોદ, આણંદ જિલ્લા અને જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે.