🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક દિવસે ધર્મદેવ ગામ શરણામગંજની બજારે કોઈ કારણસર જવા તૈયાર થયા. તે વખતે ઘનશ્યામ મહારાજને મોટાભાઈએ કહ્યું જે, હે ઘનશ્યામ! તમો દાદાની સાથે જાઓ. ત્યારે બોલ્યા જે, હે ભાઈ ! અમો તો આજે નહિં જઈએ, તમો જાવ. ત્યારે બોલ્યા જે, અમારે તો આજે ગામ તિનવા જવું છે. તેથી મારાથી જવાશે નહિં, તેવું સાંભળીને બોલ્યા જે, આજ તો નહિં પરંતુ કાલે જઈશ. એમ કહીને મોટાભાઈની બીકને લીધે તત્કાળ નારાયણ સરોવરના કિનારે નાસી ગયા એટલે ભાઈ પણ તેમને પકડવા સારૂ પાછળ ગયા. ત્યારે મોટાભાઈને પાછળ આવતા જોઈને ત્યાંથી નાસીને આગળ ગામ ગાયઘાટ જઈને ઉભા રહ્યા. ત્યારે મોટાભાઈએ જાણ્યું જે, હું કેડે જઈશ તો બીકને લીધે પાછા વળશે નહીં. એમ જાણીને ભાઈ પાછા ઘેર આવ્યા. અને ઘનશ્યામ મહારાજતો મામાને ઘેર ગયા. તે સમયે મૂર્તામામીએ રસ રોટલીની રસોઈ તૈયાર કરીને કહ્યું જે, હે ઘનશ્યામ ! તમારા મામા સહિત જમવા ચાલો. તેવું સાંભળીને મામાની સાથે જમવા બેઠા. ત્યાર પછી ભક્તિમાતાએ રામપ્રતાપભાઈને કહ્યું જે, ઘનશ્યામને શોધી લાવો. ત્યારે રામપ્રતાપભાઈ ચાલ્યા તે નારાયણ સરોવર ઉપર જોઈને ગામ ગાયઘાટે સુબોધ મામાને ઘેર ગયા. અને ત્યાં ભેગા થયા. એટલે બોલ્યા જે, હે ઘનશ્યામ ! તમો વારંવાર અહીં નાસી આવો છો અને મારે પછવાડે ખોળવા આવવું પડે છે. તેવું શું કરવા કરો છો? ત્યારે બોલ્યા જે, તમો વારંવાર અમોને બીક દેખાડો ત્યારે અમો નાસી આવીએ છીએ. એવું સાંભળીને બોલ્યા જે, હવે ઘેર ચાલો, આપણાં દીદી તમારા વિના અન્ન જમતાં નથી. પછી ત્યાં થકી બન્ને ભાઈ પોતાને ઘેર આવ્યા. ત્યારે ભક્તિમાતા આનંદ પામતા સતા પોતાના ત્રણ પુત્ર સહિત જમવા બેઠા.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર


