આ વિસ્તારોમાં કમોસમી માવઠું અને ઠંડા પવનોથી ધ્રૂજશે ગુજરાત! અંબાલાલની સૌથી ભારે આગાહી
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સવારે ફૂલ ગુલાબી ઠંડીની સાથે ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે. અંબાલાલની આગાહી પ્રમાણે આગામી સમયમાં પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો કમોસમી વરસાદ અથવા છાંટા પડી શકે છે.