🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયને વિષે અષાઢ માસની પૂર્ણમાસીના દિવસે ઘનશ્યામ મહારાજ પોતાના સખાઓ પ્રત્યે બોલ્યા જે, હે મિત્રજનો ! ચાલો, આજે આપણે વિશ્વામિત્રી નદીના સઘળા ઘાટે સ્નાન કરવા જઇએ. એમ કહીને તે સર્વે સખાઓથી વીંટાયા સતા, ચાલ્યા તે પ્રથમ જોગિયા ધરામાં સ્નાન કરીને ત્યાં થકી ચાલ્યા તે નદીના આથમણા કાંઠે થઈને ધારી ઘાટે જતા હતા. ને ત્યાં સ્નાન કરીને ચાલ્યા તે હરૈયા ઘાટે થઇને, કનવા ઘાટે જઈને ત્યાં ખૂબ જ ક્રીડા કરીને ચાલ્યા તે ધોબિયા ઘાટે જતા હતા અને ત્યાં મનછા પુત્રને અજગરે ગળેલો હતો તેના મુખ થકી મુકાવીને, ત્યાં થકી ચાલ્યા તે ગૌઘાટે જઇને ત્યાં કપર્દિના ચોતરા ઉપર કપડાં ઊતારીને જળમાં પ્રવેશ કરતા હતા. તે કેટલીકવાર સુધી જળક્રીડા કરતા હતા. ત્યાં થકી આગળ ચાલ્યા તે ખંતા ઘાટે થઈને લીલવા ઘાટે જતા હતા. અને ત્યાં સ્નાન કરી. કઠવા ઘાટે થઈને વિશ્રામ ઘાટે આવીને ત્યાં વિશ્રામ કરતા સતા, જળમાં સ્નાન કરીને ચાલ્યા તે સિંગાર ઘાટે થઇને પાછા વળ્યા. તે મોતીતરવાડીનું ગામ ભવાનીપુર થઇને, ગામ નરેચાના રાજા સન્માનસંગના કોટમાં જઈને તે કોટના કૂવાના જળનું પાન કરીને પોતાને ઘેર આવતા હતા.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ


