#apni fling #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #🥰ગુડ મોર્નિંગ 🌄 #😇 તારી યાદો
મંદ મંદ લહેરાતા પવનો ને સવાર નું ઝાકળ મને કંઈક કહે છે,
યાદ આવી જાય છે તારી ને તારો સૂરીલો રાગ મને સ્પર્શ કરી જાય છે,
લય ને તાલ ની વચ્ચે મારું મન ઝૂમી ઊઠે છે ને પ્રભાત ના મીઠા રાગો વચ્ચે પ્રફુલ્લિત થઈ મારા પ્રેમ ની નવી ભાષા રચાય છે,
તું ભલે નથી મારી રૂબરૂ પણ તારા રાગ મને હર પળે તારી અનુભૂતિ કરાવે છે,
આપણે વીણા ના વાદન માં તલ્લીન થઈ સાત સ્વરો નો આસ્વાદ માણીએ છીએ,
તારું હોવું ન હોવું એ ગૌણ બની ને તારા મધુરા સ્વર તું હોવાનો અહેસાસ કરાવે છે,
તું મારો રાગ બની ને રોજ વહેલી સવારે આવી જાય છે.❤️
A...Dost


