ગુજરાતના આજના ટોપ-5 સમાચાર : ગુજરાતના નવા જિલ્લાને નવું સેવાસદન મળશે, રબારી સમાજ કરશે નવી જાહેરાત #🗞️ ગુજરાત અપડેટ્સ

ગુજરાતના આજના ટોપ-5 સમાચાર : ગુજરાતના નવા જિલ્લાને નવું સેવાસદન મળશે, રબારી સમાજ કરશે નવી જાહેરાત
ગુજરાતની આજની મહત્વની ખબરો પર એક નજર કરીએ. જેમા ગુજરાતના નવા નિર્માણ પામેલા જિલ્લાને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોતાનું નવું સેવાસદન મળવા જઈ રહ્યું છે. તો, રબારી સમાજનું ડીસામાં શક્તિ પ્રદર્શન જોવા મળશે. જ્યાં સમાજ આર્થિક પરિવર્તન લાવવા નવું બંધારણ ઘડશે. ગુજરાતના નવા જિલ્લાને નવું સેવાસદન મળશે ગુજરાતના નવ સર્જિત વાવ-થરાદ જિલ્લાને આગામી દિવસોમાં નવું અદ્યતન જિલ્લા સેવા સદન મળશે. આ નવું નિર્માણ થનારું સેવા સદન જિલ્લાના સર્વાંગી વિકાસ ને નવી દિશા આપશે. ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના પ્રથમવાર યજમાન બનેલા વાવ-થરાદ જિલ્લામાં આ મહત્વપૂર્ણ વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે રૂપિયા ૭૦ કરોડના ખર્ચે ૩૯ એકરના વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિ પૂજન અને તકતી અનાવરણ સંપન્ન ક

