વડોદરામાં નશામાં ધૂત પૂર્વ ભારતીય ક્રિકેટરે સર્જ્યો અકસ્માત, ત્રણ કારને મારી ટક્કર, પોલીસે કરી ધરપકડ
પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનની વડોદરામાં દારૂ પીને ગાડી ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેની એસયુવીએ અકોટા વિસ્તારમાં પાર્ક કરેલી ત્રણ કારને ટક્કર મારી હતી. પોલીસે વાહન જપ્ત કર્યું હતું અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.