ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...               વળી એક દિવસે વશરામ તરવાડી પોતાના મામાના ગામ તરગામ જવાનો વિચાર કરીને ધર્મદેવના ઘરે મળવા આવ્યા.ત્યારે તેમની સાથે ઘનશ્યામ મહારાજ જવા માટે તૈયાર થયા. ત્યારે ભક્તિમાતાએ પોતાના ભાઈને ભલામણ કરીને રૂડાં વસ્ત્ર ઘરેણાં પહેરાવીને સાથે મોકલવા તૈયાર કર્યા. ત્યારે બોલ્યા જે, હે દીદી ! મામાની સાથે જાઉં. તો વસંતા માસીને ગામ લક્ષ્મણપુરમાં ભાઈ માણેકધરને મળવા જઇશ. એમ કહીને મામાની સાથે ચાલ્યા તે ગામ ગાયઘાટે ગયા. ત્યાંથી તરગામ ગયા અને ત્યાં નવ માસ રહીને ત્યાં થકી વશરામ તરવાડી ચાલ્યા તે ગામ લક્ષ્મણપુર ગયા અને ત્યાં વસંતાબેનને ઘેર વશરામ તરવાડી પાંચ દિવસ રહીને માણેકધરભાઈ સહિત ઘનશ્યામ મહારાજને સાથે લઇને ત્યાં થકી ચાલ્યા, તે રામહરીપઢરી થઈને ગામ બરૂઇ ચંદનબહેનના ઘરે ગયા. અને ત્યાં ત્રણ દિવસ રહીને ચંદન તથા ભાઈ બસ્તીએ સહિત ઘનશ્યામ પાછા ત્યાં થકી ચાલ્યા તે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે મખોડાઘાટે મેળા ઉપર આવતા હતા. અને ત્યાં મનોરમા નદીમાં સ્નાન કરીને મંદિરમાં ઉતારો કર્યો. તે સમયે છપૈયાપુરથી ધર્મદેવ, ભક્તિમાતા, રામપ્રતાપભાઈ વિગેરે કેટલાક જનો ત્યાં આવ્યા અને એકબીજાને મળતા હતા. અને તે મનોરમા નદીમાં મખોડાઘાટ ઉપર પૂર્વે દશરથ રાજાએ પોતાને પુત્રની આશાથી કેટલાક યજ્ઞો કર્યા હતા. તેથી રામચંદ્રજી ભગવાન પ્રસન્ન થઈને રાજાને વર આપ્યો જે, હું તમારા પુત્રરૂપે થઇશ. તે દિવસથી આરંભીને એ તીર્થને વિષે ચૈત્રમાસની પૂર્ણિમાના દિવસે હજારો માણસોનો મેળો ભરાય છે.અને ત્યાં એક પુનમના દિવસે રીંગણાનું શાક અને બાટીઓ જમવાનું માહાત્મ્ય છે. એમ જાણીને ધર્મદેવ તે તીર્થને વિષે રીંગણાનું શાક અને બાટીઓ કરાવીને સર્વે જનોને જમાડીને પોતે જમતા હતા. ત્યાર પછી ઘનશ્યામ મહારાજ પોતે મંદિરેથી આથમણી બાજુ મોટા પીપળાના વૃક્ષ ઉપર ચડીને ચારે તરફ જોવા લાગ્યા. તે વખતે ઘેલા તરવાડી ભવાની માતાના ચોતરા ઉપર બેઠેલા હતા. તે ઘનશ્યામ મહારાજને પીપળાના વૃક્ષ ઉપર ચડેલા જોઇને બોલ્યા જે, હે ઘનશ્યામ! તમો ઉપર ચડીને શું જુઓ છો? નીચે ઉતરો, પડશો તો વાગશે. ત્યારે બોલ્યા જે, હે મામા! અમો તો કંઇ પડતા નથી. પરંતુ આ સઘળા મેળામાં દૈવી અને આસુરી જીવ જોઇએ છીએ. કારણ કે ઉત્તરાયણના દિવસે પૃથ્વી ગાય રૂપે થઈને અમારી પાસે આવીને રૂદન કરતી સતી બોલી જે, હે ભગવન્ ! તમો તો પ્રત્યક્ષ ધર્મભક્તિના ઘરે પ્રગટ થયા છો અને મારા ઉપર તો અસુરલોક બહુ પાપ કરીને રસાતળ વાળે છે. તે મારાથી સહન થતું નથી. માટે હે મહારાજ! તમે એ સર્વે અસુરનો નાશ કરીને મને પાપમાંથી ઉગારો. હે મામા! તમો તો શું કહો છો ? જે હેઠા પડશો. આવી રીતે પૃથ્વી સાક્ષાત્ ગાય રૂપે થઈને મહારૂદન કરી અમારી આગળ અરજ કરી ગઇ છે. આજે આ મેળામાં ઘણાક અસુર ભેગા થયા છે. અમારી ઇચ્છા થકી માંહોમાંહી મારામારી કરીને પૃથ્વીના ભારરૂપ સર્વે અસુર કપાઈ મરશે તે તમો જુઓ. એમ કહે છે તેટલામાં તો ઘનશ્યામ મહારાજની ઇચ્છાથી ઘાટ ઉપર સ્નાન કરવા ગયા, ત્યારે એક જમાતવાળા કહે જે, પ્રથમ અમો સ્નાન કરીએ અને બીજા કહે અમો પ્રથમ સ્નાન કરીએ. એમ પરસ્પર વાદ કરતાં લડાઇ થઇ તેમાં ઘણાક અસુરો કપાઈ મુવા. એ રીતે પરબારો પૃથ્વીનો ભાર ઉતારીને પોતે નીચે ઉતરી ગયા. તે જોઈને ધર્મદેવ આદિક સર્વે જન મહાત્રાસ પામતા સતા છપૈયાપુરને વિષે આવતા રહ્યા.                         🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - VArt Gurukul Sural सुंदरवर घनश्याम... Shree Swaminarayan GurukutRqjkofSansfhan VArt Gurukul Sural सुंदरवर घनश्याम... Shree Swaminarayan GurukutRqjkofSansfhan - ShareChat