🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર....
ત્યારે શ્રીહરિ બોલ્યા જે, હે નારદ મુનિ ! તમોએ કહ્યાં જે સમગ્ર અમારાં ચરિત્ર તેનું ગાન કરતા થકા ત્રિલોકમાં ફરતા રહેજો અને મુમુક્ષુ જનને વાત કરીને બોધ આપીને સત્સંગમાં મોકલજો. આવી રીતનો વર પામીને ત્યાં થકી નારદમુનિ શ્રીહરિને પગે લાગીને રજા માગીને પોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી પોતાના સખા એમ બોલ્યા જે, હે ઘનશ્યામ! તમો તો સાક્ષાત્ ક્ષરઅક્ષરથી પર જે પુરુષોત્તમ ભગવાન તે છો. એમ અમારા સર્વેના મનમાં નારદજીના વચન સાંભળીને નિશ્ચય થયો છે. માટે હે ભગવન્! અમારી ઉપર દયા કરીને તમારી સમીપમાં રાખજો. એ વર તમારી પાસે અમો માગીએ છીએ. ત્યારે પ્રસન્ન થઈને બોલ્યા જે, હે મિત્રો ! તમો તો મહા મોટા ભાગ્યશાળી છો. નહિં તો મારો યોગ મળવો મહા મુશ્કેલ છે. તે અહીં પણ ભેળા છો અને અંતકાળે પણ તેડી જઇને મારી પાસે રાખીશ. એમ કરીને પોતે સર્વે સખાથી વીંટાણા થકા ત્યાંથી ચાલ્યા તે પોતાના ઘરે આવતા હતા. ત્યારે ભક્તિમાતાએ કહ્યું જે, હે ઘનશ્યામ ! આટલો વિલંબ કેમ કર્યો ? ત્યારે તે સર્વે સખાઓ તે વૃતાંતની વાર્તા ધર્મભક્તિ આદિક રામપ્રતાપભાઈ સહિત સુવાસિનીબાઈને કહી. તે સાંભળીને અતિ આનંદ પામતાં સતાં રૂડી રીતે રસોઈ કરીને સર્વે સખાએ સહિત શ્રીહરિને જમાડતાં હતાં. તેજ દિવસે ભક્તિમાતાના શરીરે થોડોક વર આવ્યો. ત્યારે પોતાનાં માતૃશ્રી પાસે બેસીને જજ્વરની પીડાના ખબર પૂછતા હતા.
🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર


