41 વર્ષીય 'કોમેડી ક્વીન'ના ઘરે લાડકવાયાનો જન્મ!: હર્ષ-ભારતી બીજી વખત પેરેન્ટ્સ બન્યાં, શૂટિંગ અધવચ્ચે છોડીને હોસ્પિટલ દોડવું પડ્યું
કોમેડિયન ભારતી સિંહના ઘરે ફરી એકવાર કિલકારી ગુંજી છે. 41 વર્ષની ઉંમરે ભારતી બીજીવાર દીકરાની માતા બની છે. 19 ડિસેમ્બરે ભારતીએ દીકરાને જન્મ આપ્યો. આજે સવારે તેને 'લાફ્ટર શેફ'નું શૂટિંગ કરવાનું હતું, પરંતુ વોટર બેગ ફાટવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં ભારતીએ પોતાના લાડકવાયાને જન્મ આપ્યો. | bharti-singh-welcomes-second-baby