#😲બિગ-બીને જોવા ભીડ બેકાબૂ, બિગ-બીને જોવા ભીડ બેકાબૂ થતા કાચનો ગેટ તૂટ્યો
મળતી માહિતી મુજબ, સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ISPLની હાઈ-ઓક્ટેન ટેનિસ-બોલ ટી10 ક્રિકેટ લીગમાં બોલિવૂડ અને ક્રિકેટ જગતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જેમાં ઓપનિંગ સેરેમનીમાં અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, સૂર્યા સહિતના સ્ટાર પહોંચ્યા હતા. મહાનુભાવ સુરત એરપોર્ટ અને સેરેમનીમાં પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ફેન્સ ફોટો પડાવવા માટે પડાપડી કરી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં કાસારિવેરા રેસીડેન્સીમાં આવેલા ઉદ્યોગપતિ સુનિલ શાહના ઘરે અમિતાભ બચ્ચન પહોંચ્યા હતા. જોકે, ફેન્સને તેની જાણ થતાં તેઓ ત્યાં પણ ગયા હતા. બચ્ચન સહિતના સ્ટારને જોવા અને ફોટો પડાવવા પહોંચી ભીડ નિયંત્રણ બહાર આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ દરમિયાન બચ્ચનને જોવા આવેલી ભીડમાં પડાપડી થતાં રેસીડેન્સીનો કાચનો એન્ટ્રી ગેટ તૂટી ગયો હતો. જોકે, પોલીસે ભીડને કાબૂમાં લઈને અમિતાભે બચ્ચને ભીડમાંથી બહાર કાઢીને હોટલ લઈ જવાયા હતા.
#સમાચાર #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ
00:14

