🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
એક સમયને વિષે અષાઢ માસમાં પોતાના નાનાભાઈ ઇચ્છારામ-ભાઈને સાથે લઈને પોતે તથા વેણી, માધવ અને પ્રાગ એ સર્વે સખાઓ ચાખડીઓ પહેરીને હાથમાં જળના લોટા લઈને બહિભૂમિ જવા માટે ચાલ્યા. તે ગામ પીરોજપુરના બગીચામાં થઈને ગામ તિનવાના બગીચામાં રમતા રમતા છેટે ચાલ્યા ગયા અને ત્યાં જંગલ જઈને જ્યારે પાછા વળ્યા ત્યારે આવતાં મહાજોરાવર વરસાદ વરસવા લાગ્યો. એટલે સર્વે એક આંબાના વૃક્ષ નીચે થડનો આધાર લઇને ઊભા રહ્યા અને વિલમ્બ કર્યો ત્યારે તો વરસાદ ઘણો આવ્યો અને સર્વત્ર રસ્તામાં પાણી ભરાઈ ગયું. તે જોઈને ઇચ્છારામભાઈ આદિક બીજા નાના સખા તો રૂદન કરવા લાગ્યા. ત્યારે વેણીરામ પણ ગભરાણા થકા બોલ્યા જે, હે ઘનશ્યામ ! હવે શું કરીશું? અને આપણાં કપડાં પણ કોરાં નહીં રહે. ત્યારે ઘનશ્યામ મહારાજ પોતાના સખાઓને મહાઉદાસ થયેલા જાણીને બોલ્યા જે, હે ભાઈ વેણીરામ! તમો કોઈ ફિકર કરશો નહીં. આપણે સર્વે પગમાં ચાખડીઓ પહેરીને ચાલો. તે પાણીથી પલળશે નહીં. ત્યારે ઇચ્છારામભાઈ બોલ્યા જે, હે ઘનશ્યામભાઈ! ચાલવાનું કહો છો તો ખરા, પરંતુ આટલા બધા પાણીમાં ચાખડીઓ સહિત કોરા કેવી રીતે જઈશું? ત્યારે બોલ્યા જે, તમો સર્વે મારી પાછળ ચાલ્યા આવો. તે વાતની તમો શા માટે ફીકર કરો છો? એમ કહીને પોતે આગળ ચાલ્યા. તેમને પાણીથી એક ગજ ઊંચા ચાલતા જોઈને સર્વે સખા પણ વિશ્વાસ લાવીને તેમની પાછળ ચાલ્યા. તે કોઈને ખબર ન પડે કે પાણી ઉપર ચાલીએ છીએ, કે પૃથ્વી ઉપર ચાલીએ છીએ અને સર્વે સાથે ચાલે તેટલી જગ્યામાં વરસાદનું પાણી પડતું બંધ થઇ ગયું. તે સર્વે આનંદ કરતા સતા ચાલ્યા આવેછે. તે સમયે ઘરે ધર્મભક્તિ ચિંતા કરતાં બોલ્યાં જે, હે રામપ્રતાપજી! તમો જુઓને? ઘનશ્યામ મહારાજ અને ઇચ્છારામ એ ક્યારનાય લોટા લઈને બહિભૂમિ જવા ગયેલા છે અને વરસાદ ઘણો આવે છે અને વંટોળ પણ ઘણો ચડયો છે. માટે તેમને શું થયું હશે. તેમની આપણે ખબર કાઢવી. એમ વિચાર કરીને વેણી-માધવનાં માતાપિતા સહિત શોધવા માટે ઘેરથી નીકળ્યાં. ત્યારે પશ્ચિમ તરફથી સામા આવતા જોઇને સર્વે પીપળાના વૃક્ષ નીચે ઉભા રહ્યા. ત્યારે તે સર્વે પાણીથી એક ગજ ઉંચા ચાલતા દીઠા અને કપડાં પણ કોરાં હતાં. એવા સમીપે આવ્યા ત્યારે સુવાસિનીબાઇ બોલી ઉઠયાં જે, અહો ! હે બાઇજી! તમો જુઓ તો ખરાં. એમની ઉપર વરસાદનું એક ટીપું પણ પડતું નથી. એવાં થકાં તે જોઇને આનંદ પામતાં સતાં તેમને સાથે લઈને આવતાં હતાં. ત્યાર પછી પોતાની ચાખડીઓ ઓસરીમાં મૂકીને એમને એમ પાછા રામસાગર તળાવમાં જઇને હાથ પગ ધોઈને સ્નાન કરતા સતા કેટલીક વાર જળક્રીડા કરીને બહાર નીકળવાનું કરે છે. તે સમયે સર્વે બાળકોને પોતાનું જે અક્ષરધામ તેમાં તેજોમય સ્વરૂપે પોતાનું મહા અલૌકિક દર્શન આપતા હતા. તે જોઇને સુખનંદન બોલ્યો જે, હે વેણીરામ! મેં તો ઘનશ્યામ મહારાજને અક્ષરધામમાં મહા તેજોમય દિવ્ય સિંહાસન ઉપર જોયા. તે સાંભળીને વેણીરામ બોલ્યા જે, હે સુખનંદન! અમોએ પણ તેવી જ રીતે દીઠા. એમ કહે છે તેટલામાં તો ઘનશ્યામ મહારાજ જળમાંથી બહાર આવ્યા અને સર્વેને પોતાની પાસે બોલાવીને કહેવા લાગ્યા જે, હે વેણીરામ! તમો મારા હાથનો પંજો છોડાવો કે હું તમારા હાથનો પંજો છોડાવું. એમ ઘણીકવાર સુધી એકબીજાના પંજા છોડાવાની રમત કરીને પોતપોતાના ઘરે જતા હતા.
🍃🍃🌼🍃🍃 600 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર


