🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયે પોતાના સખાઓ સહિત ઘનશ્યામ મહારાજ ગૌઘાટે સ્નાન કરવા ચાલ્યા, તે વચ્ચે ભોયગામના વોકળાની ભેખડ ઉપર ચઢીને બોલ્યા જે, હે વેણીરામ ! આવો, આપણે આ નદીની રેતમાં ધુબકા મારીએ. એમ કહીને સર્વે સખાઓ પાસે ધુળ્યની ઢગલીઓ કરાવીને પ્રથમ પોતે કછોટો વાળીને જે કૂદ્યા તે પચાસ કદમ પડ્યા, વેણીરામ કૂદ્યા તે દશ કદમ છેટે જઈ પડ્યા અને રઘુનંદન તે પાંચ કદમ છેટે પડયા. એવી રીતે ત્યાં ઘણો સમય કુદવાની રમત કરતા સતા વિશ્વામિત્રી નદીમાં જઈને સ્નાન કરવા લાગ્યા. ત્યાં ખુબ જળક્રીડા કરીને, પાછા ત્યાં થકી ચાલ્યા તે ગામ અસનારાના રામસાગર તળાવના કીનારા ઉપર વડના વૃક્ષ નીચે ઘડી એક વિશ્રામ લઈને ચાલ્યા, તે વચમાં ગામ નરેચાના કલ્યાણસાગ૨ તળાવના ચોગાનમાં રેત બહુ દેખીને પોતે ઉભા રહ્યા અને બોલ્યા જે, હે સુખનંદન! આવો, હું પ્રથમ તમારા ખભા ઉપર બેસું અને તમો પચાસ કદમ મને ઉપાડીચાલો. અને પછી તમો મારા ખભા ઉપર બેસો ને હું તમોને પચાસ કદમ ઉપાડી ચાલું. એમ કહીને તેના ખભા ઉપર પોતે બેઠા કે તરત પોતાને વિષે બહુ ભાર જણાવ્યો. તેથી સુખનંદન તો એકદમ ભોંયે બેસી ગયો. એટલે પોતે હસતા થકા છેટે જઈને ઉભા રહ્યા. પછી સુખનંદન ઉભો થઇને બોલ્યો જે, હે ઘનશ્યામ ! તમારામાં ભાર ઓછો હતો. ને મને તો આજે બહુ દેખાયો. ત્યારે માધવચરણ બોલ્યો જે, હે ઘનશ્યામ! આવો, મારા ખભા ઉપર બેસો, હું એકસો કદમ લઇ ચાલું. તેતો હવે નહીં ઉપાડે. એમ કહીને પોતાના ખભા ઉપર બેસાડીને લઈ ચાલ્યો. આવી રીતે એકબીજાના ખભા ઉપર બેસવાની રમત કરતા સત્તા પોતાના ઘરે આવતા હતા.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર


