🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયે શ્રાવણ માસમાં ધર્મદેવ, વશરામ તરવાડી, ભક્તિમાતા વિગેરે બીજાં કેટલાંક જન પોતાના હાથમાં લુગડાંની ઢીંગલીઓ લઇને તથા તેને નૈવેદ્ય કરવા માટે ચણા, ઘઉં તથા બાજરીને પાણીમાં પલાળીને તે લઈને વાજતે ગાજતે મીનસાગરના ઉત્તરાદા કિનારે મધુપુષ્પના વૃક્ષ નીચે જતાં હતાં. અને ત્યાં જઇને ઢીંગલાંને હેઠે મૂકીને તે લાવેલા ઘઉં, ચણા વિગેરેનું નૈવેદ્ય ધરીને તેના ઉપર જળના લોટા રેડીને, સર્વે બાઇઓ પ્રદક્ષિણા કરીને પગે લાગતી હતી. ત્યારે જેટલા પુરુષ હતા તે સર્વે પોતપોતાના હાથમાં જે લાકડીઓ હતી. તેનાથી ઢીંગલીઓને મારતા સતા ઉપર ધૂળ નાંખતા હતા. તેને ગોડીયા પીટવાનું કહે છે. તે ગોડીયા જોવાને અર્થે ઘનશ્યામ મહારાજ પણ ભેગા આવ્યા હતા. તે પણ પોતાના હાથમાં જેટલી સમાય તેટલી ધુળ લઇને ઢીંગલીના ઉપર નાંખતા હતા. પછી સર્વે બાઇભાઇ મીનસાગરમાં સ્નાન કરીને પોતપોતાના ઘેર આવ્યાં. તે જગ્યાએ અદ્યાપિ સુધી પણ શ્રાવણ સુદી પાંચમના દિવસે ગોડીયા પીટવાનો મેળો ભરાય છે. તરવાડી, મોતી તરવાડી, રતન પાંડે, અમૃતરામ એ આદિક કેટલાક ગામના જનો સર્વે મળીને ચંદ્રગ્રહણ ઉપર ગંગાજીમાં સ્નાન કરવા માટે કાશીપુરીએ જતા હતા. અને ત્યાં જઈને પથ્થરગલીમાં પોતાના ગોર દેવદત્તના કહેવાથી તેની પાસે બંગાળીના વાડામાં ધર્મશાળાને વિષે ઉતારો કરીને, ત્યાં રાત્રિ રોકાઈને સવારમાં સ્નાન કરીને પોતપોતાનું ષટકર્મ કરીને, ગ્રહણ થયા પહેલાં ગંગાજીમાં મણીકર્ણિકાના ઘાટ ઉપર જઈને ત્યાં બેસીને ભગવાનનું ભજન કરવા લાગ્યા. તે જ્યારે ગ્રહણ થયું તે સમયે ગંગાજીમાં સ્નાન કરતા સતા, પોતપોતાના મનમાં પુણ્યદાનનો સંકલ્પ કરતા હતા. ત્યારબાદ જ્યારે ચંદ્ર મુક્ત થયો ત્યારે સર્વે જન જળમાં સ્નાન કરીને બ્રાહ્મણોને પોતાના મનમાં સંકલ્પ કર્યા પ્રમાણે દાન કરીને, પોતાના ઉતારે રસોઈ કરીને જમતા હતા. પછી દેવદત્ત ગોરના પુત્ર મુળશંકરને સાથે લઇને કાશી વિશ્વનાથ મહાદેવજીનાં દર્શન કરવા માટે ગયા. તે સર્વે સ્થળે દર્શન કરીને પુણ્યદાન કરતા સતા પોતાના ઉતારે આવતા હતા.એવી રીતે તીર્થમાં દશ રાત્રિ રહીને ત્યાં થકી ચાલ્યા તે ઘેર આવતાં વચ્ચે કોઇક ગામના ગોંદરે ધર્મશાળામાં રાત્રિ રહ્યા. ત્યારે રામપ્રતાપભાઈ પ્રત્યે ધર્મદેવ બોલ્યા જે, હે પુત્ર ! આજ તો થાક ઘણો લાગ્યો છે. માટે મારો દેહ જીર્ણ થયો એમ મને જણાય છે. ત્યારે પોતાના પિતાના ચરણ ચાંપીને બોલ્યા જે, હે દાદા ! હવે શી ફીકર છે ? આપણું ગામ નજીકમાં છે. એમ કહીને બીજે દિવસે સવારમાં વહેલા ઉઠીને ચાલ્યા તે સર્વેજનો પોતપોતાના ઘેર જતા હતા. આ વાર્તાનો વિસ્તાર નિત્યાનંદ સ્વામી કૃત હરિદિગ્વિજયમાં કરેલો છે. અને ધર્મદેવ પણ ઘરે આવીને બ્રાહ્મણોને તથા કુટુંબીઓને જમાડી, દાન આપી લોટાની લાણીઓ કરીને ઘણોક યસ વધારતા હતા.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર


