#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏ગીતા સાર વિડિયો📽 #🙏પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ #✋ જય સ્વામીનારાયણ #🙏 જય શ્રી કૃષ્ણ Daily Prasang 📜
તા. 4-3-2010, સારંગપુર
શ્રી છોટુભાઈ અજમેરાનાં અક્ષરનિવાસી ધર્મપત્ની નિમિત્તે અહીં પારાયણ ચાલી રહ્યું હતું. તેઓના દુબઈ સ્થિત ભાગીદાર શ્રી નાસર પણ આ પારાયણમાં ભાગ લેવા માટે આવ્યા હતા. નાસર આરબ છે, પરંતુ સ્વામીશ્રી પ્રત્યે અપાર આદર ધરાવે છે. વળી, પાંચ દિવસના પારાયણ દરમ્યાન અહીં જ રોકાવાના હતા.
તેઓને સામેથી ઇચ્છા થઈ કે ‘સિગારેટ મૂકું,’ એટલે આજે સ્વામીશ્રી સમક્ષ એની વાત કરી. તેઓ થોડું હિન્દી સમજી શકે છે, એટલે સ્વામીશ્રી કહે : ‘बहुत अच्छा संकल्प किया। सारंगपुर स्थल भी अच्छा है। आपको सत्संग प्रति अनुराग है और ये पवित्र स्थान है और पारायण भी चलता है, तो आज संकल्प दृढ़ करके यहाँ सिगारेट छोड़ दो। धंधा करना लेकिन सिगारेट पीना मत।’ તેઓ સ્વામીશ્રીના આશીર્વાદથી કૃતાર્થ થઈ ગયા.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ માંથી


