ગુજરાતનું આ ગામ બન્યું સોલાર વિલેજ: વીજબિલની ઝંઝટમાંથી મળી કાયમી મુક્તિ, અન્ય ગામો માટે બન્યું પ્રેરણારૂપ!
Banaskatha News: પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ વીજબિલની ઝંઝટમાંથી મુક્ત થયું છે. રૂપપુરા ગામ સોલાર યુક્ત ગામ બન્યું છે ગામના મોટાભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે જેના કારણે તમામ ઘરોમાં બિલ નથી આવતું અને લોકોને વિજબીલ તો નથી ભરવુ પડતું પરંતુ સોલારથી લોકોને પૈસાની બચત શરૂ થઈ છે.. સોલાર સિસ્ટમ લગાવી રૂપપુરા ગામ અન્ય ગામો માટે પ્રેરણા રૂપ બન્યું છે