🥀श्री हरि चरित्र-whatsapp🥀:
Jay Swaminarayan:
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
ત્યાર પછી ધર્મદેવ ઘનશ્યામ મહારાજને ત્યાં મૂકીને રામપ્રતાપ-ભાઈને સાથે લઈને, ગામ અસનારામાં ભિક્ષુક તિવારીને ત્યાં ભાગવતની સપ્તાહ વંચાતી હતી તે સાંભળવા સારૂં જતા હતા. તે સમયે પંડિત વિગેરે સભાના માણસો ધર્મદેવનું સન્માન કરીને તે સભામાં બેસારતા હતા. તે આખો દિવસ કથા સાંભળીને પાછા છપૈયાપુર આવીને થોડાક દિવસ ત્યાં રહીને ચાલવાની તૈયારી કરી. તે સમયે મોતી તરવાડીએ પોતાના બે ભાણેજને રૂડાં વસ્ત્ર ઘરેણાં પહેરાવીને વળાવ્યા સતા, અયોધ્યાપુરીને વિષે આવતા હતા. ત્યારે ત્યાં ધર્મદેવના શરીરે થોડી થોડી જવરની કસર હમેશાં રહેતી હતી. એમ શ્રી અયોધ્યા-પુરીમાં રહેતા થકા એક દિવસે ઘનશ્યામ મહારાજ તથા પોતાના સખા દિલ્લીસંગ, માનસંગ, અને શ્યામચરણ તથા હરદેશ્વર વૈરાગી એ આદિક બીજા કેટલાક સખાઓને સાથે લઇને સરયૂગંગામાં રામઘાટે જઈને સ્નાન કરતા હતા. ત્યાર પછી ત્યાંથી ઉગમણી બાજુ આંબાના વૃક્ષ નીચે રેતનો મોટો ચોતરો કરીને પોતાના સખાઓ સહિત તેના ઉપર બેસતા હતા. અને સામસામા રામચંદ્રજીના જન્મ સમયની વાર્તા કરવા લાગ્યા. તે સમયે પોતાની ઇચ્છા થકી ફરતા ફરતા નારદમુનિ ત્યાં આવ્યા. તે કેવા હતા.તો હાથમાં વેણું નામનું વાજીંત્ર વગાડતા હતા. અને ભગવાનના ગુણનું વર્ણન કરતા, એવા આવીને ઘનશ્યામ મહારાજને પગે લાગીને વિનંતી પૂર્વક બોલ્યા જે, હે પ્રભો ! હે ભગવન્! તમો તો અનંત જીવોના આત્યન્તિક મોક્ષને અર્થે પ્રગટ થયા છો.અને આ મનુષ્ય દેહ ધારણ કરીને તમો જે જે કાર્ય કરશો તેને હું તમારા સખાઓને સાંભળતે સતે વર્ણન કરી બતાવું છું અને તે જગ્યાએ હું પણ તમારો સેવક તમારાં દર્શન કરવા સારૂ આવીશ અને તમારાં કરેલાં કાર્યોને હું જોઈશ. હે રામશરણજી! એમ પ્રાર્થના કરીને નારદમુનિ ઘનશ્યામ મહારાજને વિનંતિ કરીને આગળ જે જે ચરિત્રો કરશે, તેને નારદજી પ્રથમથી કહી બતાવતા હતા જે, હે ઘનશ્યામ ! તમો પ્રથમ તો અહિંથી તમારાં માતાપિતાની સાથે છપૈયાપુરને વિષે જશો. અને ત્યાં જઈને તમારાં માતાપિતાને દિવ્ય ગતિ આપીને તમારા સમીપમાં રાખશો તથા બ્રહ્માદિક સર્વે દેવતા આવશે તેમને તમો ફરીથી આવવાની ના પાડશો. તથા તમો પાછા અયોધ્યાપુરીમાં આવીને થોડાક દિવસ રહીને વનવિચરણ કરવા માટે નીકળશો. તથા તે વનમાં અનંત જીવોનો મોક્ષ કરશો. તથા ત્યાં અનંત અસુરોનો પોતાની દ્રષ્ટિથી પરાભવ કરશો. તથા ગોરખપુરમાં સંજયના ખેતરમાં બે દિવસ રહીને તેની સેવા અંગીકાર કરતા સતા તેને વરદાન આપીને, ત્યાં થકી જનકપુરીમાં જશો. અને ત્યાંથી દીઘાઘાટે હરિહર ક્ષેત્રે થઈને પાંચ ગાઉના પહોળા પાટવાળી જે નદીઓનો સંગમ તેમાં તરીને સામા કિનારે જશો. અને ત્યાંથી ગયાજી જઇને માતાપિતાનું શ્રાદ્ધ સરાવીને પાછા ત્યાં થકી ચાલશો. તે પુલહાશ્રમમાં જઈને તમો મહા તપશ્ચર્યા કરશો. તેથી સૂર્યનારાયણ પ્રસન્ન થશે અને તેમનાથી વરદાન પામશો. તથા શ્વેતશિખરી પર્વત ઉપર વિચરણ કરશો. તથા ગોપાળયોગી પાસે અષ્ટાંગ યોગ શીખશો. અને તેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને મોક્ષ પમાડશો. તથા બુટ્ટોલ નગરમાં રાજાને પોતાને શરણે લેશો.તથા મયારાણીનાં કઠણવચન સહન કરીને પોતાના શરીરનું દમન કરીને રૂધિર માંસને સૂક્વી નાખશો. તથા સીરપુરના રાજાની સેવા અંગીકાર કરશો. તથા પિબેકને જીતશો. નવલખા પર્વત ઉપર નવલાખ યોગીને નવલાખ સ્વરૂપે થઇને એકી સાથે મળશો. તેથી તેઓ પરમ પદને પામશે. તથા સત્રધર્મા રાજાને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપશો. સીરપુરના રાજાની સેવા અંગીકાર કરશો. તથા જગન્નાથપુરીમાં આવીને અસુરોને મોહ ઉપજાવીને તેનો પરાભવ કરશો. તથા ભાગવત ધર્મને પ્રવર્તાવશો. તથા સર્વે તીર્થમાં રહેનારા જનોનો દુરાચાર ત્યાગ કરાવશો. તથા સેતુબંધ રામેશ્વર જશો તથા દક્ષિણ દેશમાં શિવકાંચી, વિષ્ણુકાંચી, વિઠુબા, આદિક કેટલાંક તીર્થને સચેતન કરતા સતા બુદેલખંડ દેશને ઓળંગીને નાસિક, ત્ર્યંબક જશો અને ત્યાં તાપી નદીમાં સ્નાન કરતા સતા કેટલાક દિવસ તે તીર્થમાં રહીને સુરત બંદર શહેરમાં જશો. અને ત્યાં થકી તાપી નદી ઉતરીને ભરૂચ શહેરમાં આવશો. અને ત્યાં નર્મદા નદીમાં ભૃગુઋષિના આશ્રમમાં કેટલાક દિવસ રહેતા સતા ગુજરાત દેશને ઉલ્લંઘીને ભાલ દેશમાં ભીમનાથમાં જશો. અને ત્યાં થકી માંગરોળ બંદર જશો. એવી રીતે તીર્થાટન કરતા સતા લોજપુરમાં જશો. અને ત્યાં મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરશો. તથા પીપલાણા ગામમાં ઉદ્ધવના અવતારરૂપ રામાનંદ સ્વામીને મળશો. તથા તેમનાથી દીક્ષા ગ્રહણ કરીને નારાયણ મુનિ નામે વિખ્યાત થશો. તથા રામાનંદ સ્વામીને દિવ્યગતિ આપતા સતા સત્સંગમાં વિચરણ કરીને અનંત જીવને સમાધિઓ કરાવશો. તથા જેતલપુર અને ડભાણ વિગેરે ગામોમાં મોટા મોટા મહારૂદ્ર, અતિ રૂદ્રાદિક વિષ્ણુયાગ કરશો. તથા અષ્ટપ્રકારનું બ્રહ્મચર્ય પળાવશો. તથા દેશાન્તરમાં મુક્ત મુમુક્ષુએ અવતાર લીધેલા તે સર્વેને બોલાવીને પોતાના સમીપે રાખશો. તથા અનંત બાઈભાઈને પોતાના આશ્રિત કરશો. તથા અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી એ બે તમારા ભત્રીજાને તમો દત્તક પુત્ર કરીને આચાર્યપદ આપશો. તથા શ્રીનગરને વિષે નરનારાયણ દેવની સ્થાપના કરશો.
તથા વડતાલને વિષે લક્ષ્મીનારાયણ દેવનું સ્થાપન કરશો. તથા ભુજનગરમાં નરનારાયણ દેવનું સ્થાપન કરશો. તથા શ્રીગઢપુરને વિષે શ્રીગોપીનાથ દેવનું સ્થાપન કરશો. તથા શ્રીવિરાટનગરમાં શ્રીમોરલીમનોહરદેવનું સ્થાપન કરશો. તથા જીર્ણગઢને વિષે રાધારમણદેવની સ્થાપના કરશો.
તથા ધોલેરા બંદરને વિષે મદનમનોહરદેવનું સ્થાપન કરશો. એવી રીતે એ સર્વે મંદિરોમાં તમારા હાથે દેવનું સ્થાપન કરશો. વળી તે સિવાય પણ બીજાં અનંત મંદિરો થશે. અને વળી સત્સંગી જીવન તથા સર્વે શાસ્ત્રનું દોહન કરીને શિક્ષાપત્રીની રચના કરશો. તથા આ પૃથ્વી ઉપર ઘરોઘર તમારું પૂજન થશે. તથા પોતાના શરણે રહ્યા જે જીવ પ્રાણીમાત્ર તે સર્વેને અંતે અક્ષરધામની પ્રાપ્તિ કરાવશો. આવી રીતે સર્વે ઉપર કહ્યાં જે, અનેક ચરિત્રો તે તમો પૃથ્વી ઉપર કરશો. તથા અનેક ચમત્કાર દેખાડશો. ત્યાર પછી પોતાનો મનોરથ જે એકાંતિક ધર્મનું સ્થાપન કરવું. તથા અનેક જીવોને પોતાના શરણે લેવા રૂપ જે મનોરથ તેને પૂર્ણ કરીને કોટાન કોટીમુક્તથી વિંટાણા સતા બ્રહ્માદિકદેવે સ્તુતિને કર્યા સતા પોતાના અક્ષરધામમાં પધારશો. ત્યારે પોતાના દ્રઢ આશ્રિતજનોને અન્તર્યામીપણે મહા ધૈર્ય આપશો. હે નાથ ! હે દીનબંધુ ! હે સુખના સાગર ! હે ઘનશ્યામ ! તમો આ મેં પૂર્વે કહ્યાં એવાં સમગ્ર કાર્ય કરશો તેને હું જોઇશ. આવી રીતે નારદજી પુરુષોત્તમનારાયણ નરનાટચધારણ કરીને જે જે કાર્યો કરશે, તે સર્વે યથામતિ શ્રીહરિની સમક્ષ સખાઓના સાંભળતાં સરયૂગંગાના તટ ઉપર કહી બતાવતા હતા.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર


