#😢રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ અનેકોના મોત,સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત લક્ઝરી અલ્પાઇન સ્કી રિસોર્ટ શહેર ક્રાન્સ મોન્ટાનામાં ગુરુવારે વહેલી સવારે ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ ધડાકામાં અનેક લોકોનાં મોત થયાં હોવાના સમાચાર છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ છે. સ્વિસ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ રાત્રે 1:30 વાગ્યે થયો હતો. ધડાકો કોન્સ્ટેલેશન બારમાં થયો હતો, જ્યાં ન્યૂ યર ઈવની ઉજવણી ચાલી રહી હતી. વિસ્ફોટ સમયે બારમાં લોકો હાજર હતા, જેના કારણે જાનમાલનું નુકસાન વધુ થયું છે.
પોલીસ અને ઇમર્જન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે હાલ વિસ્ફોટનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છેઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સાવચેતીના ભાગરૂપે વિસ્ફોટવાળી જગ્યા અને એની આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. #આજના સમાચાર #🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #🤩Happy New Year 2026🎉
00:04

