#😯વિરાટ કોહલીનું એકાઉન્ટ ગાયબ, પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગુરુવારે મોડી રાત્રે અચાનક બંધ થઈ ગયું હતું. સર્ચ કરવા પર ન તો તેમની પ્રોફાઇલ દેખાઈ રહી છે અને ન તો ડાયરેક્ટ લિંક દ્વારા એકાઉન્ટ ખુલી રહ્યું હતું. જોકે, શુક્રવારે સવારથી તેમની પ્રોફાઇલ ફરી એક્ટિવ થઈ ગઈ છે.
ગુરુવારે મોડીરાતે દુનિયાના સૌથી વધુ ફોલો કરવામાં આવતા ક્રિકેટર કોહલીના એકાઉન્ટને ખોલવાની કોશિશ કરવા પર ઇન્સ્ટાગ્રામ તરફથી સામાન્ય મેસેજ ‘આ પેજ ઉપલબ્ધ નથી’ જ દેખાઈ રહ્યો હતો. તેમના ઇન્સ્ટાગ્રામ પર 274 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
જોકે, આ મામલે ન તો વિરાટ કોહલી, ન તેમની મેનેજમેન્ટ ટીમ અને ન તો ઇન્સ્ટાગ્રામ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી હતી. એવામાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે એકાઉન્ટને જાણી જોઈને ડીએક્ટિવેટ કરવામાં આવ્યું કે પછી આ કોઈ ટેકનિકલ ખામીનું પરિણામ હતું.
છેલ્લા કેટલાક દિવસોમાં કોહલીની સોશિયલ મીડિયા ગતિવિધિઓ પણ મર્યાદિત રહી છે અને તેમણે પહેલા ઘણી પ્રમોશનલ પોસ્ટ હટાવીને ક્રિકેટ અને પરિવારને પ્રાથમિકતા આપવાના સંકેત આપ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ વિરાટ કોહલી એક પ્રમોશનલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે આશરે 12 થી 14 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.અનુષ્કા શર્માએ થોડા દિવસ પહેલા વિરાટ અને પોતાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો પર જઈને ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. તેઓ જાણવા માંગે છે કે વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ દેખાતું નથી?
#આજના સમાચાર #🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #🏏 ક્રિકેટ હાઈલાઈટ્સ


