#🙏અજિત પવાર પંચતત્વમાં વિલીન, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. બારામતીમાં અજિત પવારના રાજકિય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અજિત પવારના પુત્રો જય અને પાર્થ પવારે પિતાને મુખાગ્નિ આપી હતી. અજિત પવારને અંતિમ વિદાય આપવા માટે અમિત શાહ, નીતિન ગડકરી સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. બીજી તરફ હજારોની સંખ્યામાં સમર્થકોની જનમેદની ઉમટી પડી હતી. અજિત પવારના આકસ્મિક અવસાનથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સુધી બધાએ શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે તેમની યાદમાં એક સ્મારક બનાવવાની પણ જાહેરાત કરી છે.
#🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #આજના સમાચાર #મહારાષ્ટ્ર
00:29

