🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક બીજું નવીન ચરિત્ર કહું તેને સાંભળો. એક સમયે નવરાત્રિના છેલ્લા દિવસે સુવાસિનીબાઈ, ઈન્દ્રાબાઇ એ આદિક બીજી કેટલીક પુરવાસી બાઇઓ ભક્તિમાતાને કહેતી હતી કે, હે માજી ! આજે તમારી આજ્ઞા હોય તો અમો સર્વે માંડવી મૂકીને ફરતાં ગાઇએ. ત્યારે બોલ્યાં જે, બહુ સારૂં ગાઓ. પછી રાત્રિમાં સર્વે બાઇઓ ભેગી થઈને ભક્તિમાતાના આંગણામાં અનેક દીવાથી માંડવી મૂકીને સર્વે ગાવા લાગ્યાં. તે સમયે ઘનશ્યામ મહારાજ ઇચ્છારામભાઈ સહિત તે પણ જોવા સારૂં ચોતરા ઉપર આવીને બેઠા. તેમને રાજી કરવા સારૂં ગોલોકમાંથી કેટલીક ગોપીઓ શ્રીહરિને નમસ્કાર કરીને તે પણ ભેગી રમવા લાગી. ત્યારે તેમને જોઈને સર્વેના મનમાં અતિશય ઉત્સાહ થઇ આવ્યો. તે જોઈને સખા પૂછવા લાગ્યા. જે, હે ઘનશ્યામ ! આ સર્વે કોણ છે ? ત્યારે બોલ્યા જે, આ તો ગોલોકમાંથી અમોને રાજી કરવા સારૂં કાનગોપીઓ આવી છે. એમ પૂછીને ભક્તિમાતાને વાર્તા કહી. એવી રીતે કેટલીકવાર સુધી રમીને શ્રી ઘનશ્યામે આપેલાં પતાસાંની પ્રસાદી લઇને તે સર્વે ગોપીઓ આકાશમાર્ગે અદ્રશ્ય થઇ ગઇ. ત્યારે સર્વે પુરવાસી બાઇઓ આવીને બોલી જે, હે ભાઇ ઘનશ્યામ ! એમને પ્રસાદી આપી તે અમોને પણ આપો. એમ કહ્યું ત્યારે ઘનશ્યામ મહારાજે તે બાઈઓને પણ પ્રસાદી આપી. એવી રીતે શ્રીહરિની પ્રસાદી લઇને આનંદ પામતી પોતપોતાના ઘેર ગઇ.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર


