રાજકોટમાં 167 કરોડના ખર્ચે બનશે ગુજરાતનો પહેલો થ્રી-લેયર આઇકોનિક ફ્લાયઓવર, 1 લાખથી વધુ નાગરિકોને ટ્રાફિકથી મળશે રાહત
રાજકોટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી ખાતે ગુજરાતનો પહેલો થ્રી-લેયર આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામી રહ્યો છે, જે શહેરના ટ્રાફિકને સુગમ અને પરિવહન નેટવર્કને મજબૂત બનાવશે. 167.25 કરોડ રૂપિયાના ખર્ચે બનતા આ 744 મીટર લાંબા અને 23.10 મીટર પહોળા બ્રિજમાં BRTS કોરિડોર, સોલર પાવર સિસ્ટમ, 24 મીટરનો ફૂટપાથ, હોકર્સ સ્ટેન્ડ, ગેમ ઝોન અને પાર્કિંગ જેવી સુવિધાઓ છે. - Gujarats first three-layer iconic flyover at a cost of 167 crore More than 1 lakh citizens will get relief from traffic