#😇 તારી યાદો #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling #💝 લવ કોટ્સ
તું મારું વાદળ બની ને આવ્યો છે,
વાદળો ની વચ્ચે લપાઈ ને પ્રેમ માં ખોવાઈ છું,
પણ તું વરસી પડીશ તો?
તારી સાથે ભીની માટી માં સમાઈ ને કૂંપળો ને ફૂટવા દઈશ ધરતી પર,
જો તું સાગર માં વરસીશ તો?તું મારી નાવ બની ને આવજે,
સાથે હંકારી નાવ ને કિનારે ઘર બનાવીશું,
જો તું આકાશ ને ધરતી વચ્ચે જ વરસી પડીશ તો?
તારા વરસેલા પાણી માં મારી તૃષા છીપાવી તૃપ્ત કરી દેજે,
પંખી બની ને ઉડતા રહીશું આકાશ ને ધરા વચ્ચે,
જો તું સૂર્ય ના તડકે વરાળ થઈશ તો?
અલૌકિક દુનિયા માં હું પણ પીગળી જઈશ તારી સાથે.
A dost


