ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, ગાંધીનગરથી છૂટ્યા આ 39 મામલતદારોની બદલીના આદેશ!
Gandhinagar News: ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા 39 મામલતદાર, વર્ગ-2 સંવર્ગના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.