🍃🍃🌼🍃🍃
કારતક સુદ-૦૨ ભાઈબીજની કથા...
यमद्वितियां यः प्राप्य, भगिनी ग्रहभोजम्
न कुर्याद्वर्षजं पुण्यं नश्यतीति रवेः श्रुतम् ॥
યમરાજ અને યમુના નદી એટલે કે યમ અને યમી બંને ભાઇબહેન હતાં.યમી વારેવારે યમને પોતાને ઘરે જમવા બોલાવે પણ યમને તો કેટલાંય કામ હોય...!એ કદિ નવરા થાય જ નહિ.પણ કાર્તિક માસની સુદ-૨ બીજના દિવસે તે બહેન યમીના ઘરે જમવા આવ્યાં.બહેને પ્રેમ પૂર્વક ભાઇને જમાડ્યાં.ભોજન પછી યમે યમીને જે માંગવુ હોય એ કહ્યું.યમીએ યાચના કરી કે આજ પછી દર વર્ષે આ દિવસે તમે જમવા આવશો.અને જે ભાઇ આવી રીતે બહેનના ઘરે જમવા જાય એનું કદી અકાલ મૃત્યુ થશો નહિ,એટલે કે કમોત થશો નહિ.વળી,જે પણ આજે યમુનામાં સ્નાન કરી અને યમની પૂજા કરશે એને ફલ પ્રાપ્ત થશે.એ પૂર્ણ આયુષ્ય ધરાવશે અને એની બહેન અખંડ સૌભાગ્યવતી રહેશે. યમરાજે “તથાસ્તુ” કહ્યું.બસ,કહેવાય છે કે એ જ દિવસ અને એ જ પ્રસંગથી ભાઇબીજનો ઉત્સવ મનાવવો શરૂ થયો.
આજના દિવસે યમીદેવી અને યમરાજની પૂજા થાય છે.યમરાજની પ્રાર્થના થાય છે.માટે આ દિવસને “યમ દ્વિતીયા” તરીકે પણ ઓળખાય છે.ભાઇબહેનના સ્નેહમિલનનો આ અનેરો ઉત્સવ છે.પ્રત્યેક ભાઇ એની બહેનના સાસરે જઇ બહેનના હાથની વાનગીઓ ભાવપૂર્વક જમે છે.પછી માંડીને એકબીજાના સુખ-દુ:ખ કહેવાય છે.આજના જમાનામાં તો ઠીક પણ પહેલાંના વખતમાં તો ભાઇ બહેનના ઘરે પધારે એ બહેન માટે અવર્ણિત મહોત્સવ જ બની જતો.પોતાના માડીજાયા સાથે સાસરીયાની ખટમીઠી વાતો વહેંચતી બેનને ભાઇ ખરેખર એના જીવનનો સૌથી મહાન આધારસ્તંભ સમાન લાગતો....!
ભાઈબીજના દિવસે પ્રત્યેક ભાઇએ બહેનના ઘરે જઇ ભોજન કરવું જોઇએ. વળી,અમુક વાતો એમ પણ કહે છે કે અગમ્ય કારણોસર પહોંચી ના શકાય તો ઉપરની કથાનું શ્રવણ-પઠન કરવું જોઇએ,જેથી જમ્યાંનો આર્શીવાદ પ્રાપ્ત થઇ જાય.જે ભાઇ બહેનના ઘરે જમે અને યમપૂજા થાય તો યમરાજની રહેમ એના પર સદાય બની રહે.
આજે ભાઈબીજના દિવસે સવારમાં પ્રાત:કાલે યમુના નદીમાં સ્નાન કરી તેમની અર્થાત્ યમીદેવીની પૂજા કરવાથી સર્વપ્રકારના વિઘ્ન નાશ પામે છે. અને એટલું જ મહત્વ યમરાજના પૂજનનું પણ છે. એમ કરવાથી ક્યારેય અકાલે મૃત્યુની છાયા ભાવિક ભક્ત ઉપર યમરાજ પડવા દેતા નથી.
અંતમાં ભારતીય સંસ્કૃતિના આ મોંઘેરી વિરાસત સમા અને અણમોલ ધરોહરરૂપ તહેવાર ભાઇબીજની સૌને શુભેચ્છાઓ..!
🍃🍃🌼🍃🍃 #ભાઈબીજ ની શુભેચ્છા 🥰🙏 #ભાઈબીજ ની શુભકામનાઓ.💐 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


