🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
એક સમયે મોતી તરવાડીએ ગામ ભેટીયાના તળાવની ચારે બાજુ ફરતાં કમોદ રોપાવી હતી.પરંતુ વરસાદ ચારે માસ સુધી સતત વરસતો હતો. તેથી તળાવમાં ડાંગર ઉપર પાણી એમ ને એમ ભરાઇ રહ્યું. તે પાણીને જોઈને મોતી તરવાડી નિરાશ થઇ ગયા કે હવે ડાંગર થશે નહીં. ત્યાર પછી કોઇક દિવસે ધર્મદેવ, મોતી તરવાડી, ઘનશ્યામ મહારાજ એ ત્રણ જણ કોઇ કારણસર છપૈયાપુરથી ગામ ભેટીયામાં આવ્યા. ત્યારે ધર્મદેવ ગામના તળાવ ઉપર મહુડાના વૃક્ષ નીચે ગયા. ત્યારે પોતાને સાંભર્યું જે, હે મોતી તરવાડી ! તમો કહેતા હતા જે ઘણા વરસાદથી અમારી રોપેલી ડાંગર સડી ગઇ છે. તે ડાંગર તમોએ ક્યાં વાવેલી છે? તેવું સાંભળીને મોતી તરવાડી ડાંગર વાવી હતી તે જગ્યા બતાવતા હતા. ત્યારે તે જગ્યાએ પાણી ભરેલું જોઈને ધર્મદેવે કહ્યું જે, આટલા પાણીમાં ડાંગરની આશા રાખવી નહીં. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, હે મામા! કદાપિ આમાંથી ડાંગર થાય તો અમોને કેટલી આપશો? ત્યારે બોલ્યા જે, હે ઘનશ્યામભાઈ! બધીયે તમારીજ છે. પણ આટલા દિવસથી ઉપર પાણી ભરેલું છે માટે તે ડાંગર જરૂર સડી ગઇ હશે. ત્યારે હસતા હસતા બોલ્યા જે, પાણીમાં કોઈ દિવસ સડે નહીં. એમ કહીને તે થોડેક આગળ જઈને પોતાના જમણા ચરણનો અંગુઠો પૃથ્વી ઉપર દબાવ્યો કે તરત પાતાળ સુધી ઉભો ચીરો થઈ ગયો અને તે સમગ્ર પાણી પાતાળમાં ઉતરી ગયું. તેનો ઘોર શબ્દ થયો. તે સાંભળીને ગામનાં કેટલાંક માણસો દોડી આવ્યાં, જે આ શું થયું? ત્યારે પાણીમાં રહેલાં માછલાં આદિક સર્વ જીવજંતુઓ પાણી સિવાય દુઃખી થતાં જોઇને ધર્મદેવના મનમાં ઘણી દયા આવી. તે સમયે પોતાના સંકલ્પથી સ્વર્ગના રાજા ઈન્દ્રે પ્રેરેલાં કેટલાંક વિમાનો આકાશમાંથી આવ્યાં. તેમાં સર્વે મત્સ્યાદિક જીવજંતુઓ ચતુર્ભુજ સ્વરૂપે બનીને ધર્મદેવને નમસ્કાર કરીને બેસી ગયા. તે ચરિત્ર જોઈને પોતાના પિતા ધર્મદેવ તથા મોતી તરવાડી વિગેરે ગામનાં માણસો સર્વે મહા આશ્ચર્ય પામતાં હતાં. ત્યારબાદ ઘણા દિવસે તે જગ્યાએ વાવેલી ડાંગર પાકેલી જોઇને બહુ રાજી થયા. પછી મોતી તરવાડી પોતાના નોકર પાસે કપાવીને ઘેર લઈ ગયા, તેમાંથી કેટલીક ડાંગર થઇ. તે ચરિત્ર જોઈને ગામ ભેટીયાના રઘુવીર તથા ગુલામસંગ તથા ગામ કુષ્મીના દયારામ દુબે તથા નરેચા ગામના બાબુ સન્માનસિંહ તથા આનંદ તરવાડી એ આદિક કેટલાક ગામના જનો મહાવિસ્મય પામતા હતા.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ


