દૂરબીન લઈને જોશો તો પણ રાજકારણમાં પાટીદાર શોધ્યા નહીં મળે..., મહેસાણા દૂધસાગર ડેરી વિવાદમાં!
Mehsana News: તાજેતરમાં જ મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના મતદાર યાદીને લઈને પાટીદાર નેતા વરુણ પટેલે એક ગંભીર ચિંતા વ્યક્ત કરતી ફેસબુક પોસ્ટથી રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. આ પોસ્ટમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દૂધસાગર ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફેરવવામાં આવી છે.