🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક દિવસે ઘનશ્યામ મહારાજ કેટલાક પોતાના વિદ્યાર્થીઓને સાથે લઈને રામઘાટ જઈ સરયૂગંગાના કિનારા ઉપર કદમના વૃક્ષ નીચે સભા કરીને બેઠા હતા અને પરસ્પર પ્રશ્ન ઉત્તર કરવા લાગ્યા, ત્યાં ઘણો સમય થઈ ગયો ત્યારે ઘનશ્યામ મહારાજને સર્વે વિદ્યાર્થીઓ જુદે જુદે સ્વરૂપે દેખતા હતા. તેમાં કોઇક તો રામ લક્ષ્મણ રૂપે દેખતા હતા. અને કેટલાક કૃષ્ણરૂપે દેખતા હતા. ને કોઇક તો નૃસિંહરૂપે દેખતા હતા. અને કોઈકતો વામનરૂપે અને કોઇક શિવજીરૂપે દેખતા હતા. હે રામશરણજી ! તે ઉપર પદ છે જે,
કોઈ દેખે છે રામનેરૂપે,
કોઈ દેખેછે કૃષ્ણ સ્વરૂપે...
કોઈ વામન પરશુરામ,
દેખે વરાહ ને નૃસિંહ શ્યામ...
હંસ ને હયગ્રીવ ઉરમાં કોય,
દેખીને જન વિસ્મય હોય....
ચંદ્ર સૂર્ય ને ત્રિપુરાર,
એવા ભાસે છે ધર્મકુમાર....
કોઈ કહે નરવીર છે એજ,
જોને કેવું ઝળકે છે તેજ....
એવી રીતે પોતાને વિષે અલૌકિકભાવ સર્વને દેખાડીને ઘરે આવતા હતા. ત્યારે તે ઐશ્વર્યની વાર્તા વિદ્યાર્થીઓ ભક્તિમાતાને કહીને પોતાને ઘેર જતા હતા.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા


