ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચમાં શાનદાર સદી ફટકારીને કમાલ કરી દીધો. તેમણે 259 દિવસના લાંબા અંતરાલ પછી આ સદી ફટકારી છે, જે તેમના કરિયરની 33મી સદી છે. ભારતીય ક્રિકેટ ટીમના આ દિગ્ગજ ખેલાડીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર રમાયેલી ત્રીજી વનડે મેચમાં 105 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આ શાનદાર સદી પૂરી કરી. #🤩રોકોની જોડી ફરી જીતાડી મેચ #📰 ખેલજગત અપડેટ્સ


