Valsad : ભાજપ-કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું, 500 જેટલા આગેવાનો AAPમાં જોડાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ વલસાડમાં ભાજપ અને કોંગ્રેસના ગઢમાં આમ આદમી પાર્ટીએ મોટું ગાબડું પાડ્યું છે. ભાજપ અને કોંગ્રેસના 500 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ એકસાથે આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.