🍃🍃🌼🍃🍃
શ્રાવણ વદ - ૦૮ જન્માષ્ટમી...
*🥀 મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિરે પૂછ્યું :- હે વાસુદેવ ?? આપ મને જન્માષ્ટમી ના વ્રતની કથા કહો...!!
ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે :- હે રાજન ?? એક વાર દૈત્યો ના ભાર થી પીડા પામતી પૃથ્વી બ્રહ્માજીને શરણે ગઈ. ત્યારે બ્રહ્માજી સર્વે દેવતાઓ ને સાથે લઈને શ્વેતદ્વીપમાં આવીને મારી સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે તેમને સર્વેને દર્શન દઈને મેં બ્રહ્માજીને કહ્યું કે :- હે બ્રહ્મદેવ અને સર્વે દેવગણો ?? પૂર્વ કાળમાં દેવકીજી અને વસુદેવજી ઉગ્ર તપ કરતા હતા. ત્યારે મેં પ્રસન્ન થઈને દર્શન દીધા એટલે તેમણે મારા જેવો પુત્ર માગ્યો. અને મેં " તથાસ્તુઃ " કહીને વરદાન આપ્યું. તેથી હું વસુદેવ અને દેવકીજી થકી જ મનુષ્ય અવતાર ધારણ કરીશ અને અધર્મીઓનો નાશ કરીશ અને ભગવાનના ભક્તોનું રક્ષણ કરીશ. સર્વે દેવાંગણાઓ પણ વ્રજમાં ગોપીઓ રૂપે અવતરશે અને યોગમાયા નંદજીના ઘરે અવતાર ધારણ કરશે.
આ પ્રમાણે મારું વરદાન મેળવીને સર્વે પોત પોતાના સ્થાને ગયા. પછી હે યુધિષ્ઠિર ?? પૂર્વ નિર્ધારિત મુજબ જ્યારે કંસે દેવકીજીના સાત પુત્રને મારી નાખ્યા ત્યારે શ્રાવણ વદી - ૮ ના રોહિણી નક્ષત્રમાં સઘળા ગ્રહોના શુભ સ્થાનમાં મેં મનુષ્યરૂપે અવતાર ધારણ કર્યો. ત્યારે મારા માતા - પિતાને અતિ આનંદ થયો. મેં પિતાશ્રી ને કહ્યું તેથી મને ગોકુળમાં લઈ ગયા. અને નંદજીના ઘરે અવતરી જે યોગમાયા તેણે દેવકીજીના ઉદરમાં શિશુ રૂપે રહેલ બલરામજી ને રોહિણીના ઉદરમાં સ્થાપિત કર્યા. મને ગોકુળ લઈ જતા કારાગારના દરવાજા આપો આપજ ખુલી ગયા. ને યમુનાજીએ પણ જળ પ્રવાહ રોકીને માર્ગ આપી દીધો. ને ગોકુળ મને મૂકીને પિતાજી યોગમાયા રૂપ બાળકીને મથુરા લઇ આવ્યા. ને પૂર્વવત કારાગાર ના દરવાજા બંધ થયાં. ત્યારે બાળકીનો રડવાનો અવાજ સાંભળીને કંસને સમાચાર આપ્યા ત્યારે તે તેને મારવા આવ્યો. ત્યારે બાળકી હાથમાંથી છટકીને આકાશમાર્ગે ગઈ ને બોલી કે " અરે મૂઢ કંસ ?? તને મારનાર જન્મ ધારણ કરી ચુક્યો છે "
પછી કંસે મને મારવા ઘણા ઉપાય કર્યા. પરંતુ મેં પૂતના, બકાસુર, ધેનુકાસુર, કેશી વગેરે અનેક દાનવોનો નાશ કર્યો. મથુરામાં આવીને કુવલ્યાપીડ હાથી, ચારુર - મુષ્ટીક વગેરે મલ્લો અને અંતે કંસને મારીને વસુદેવ - દેવકીજી ને કારાગારમાં થી મુક્ત કર્યા. સર્વે સગાં - સંબંધીઓ અને મથુરાવાસીઓને પ્રસન્ન કર્યા અને સઘળા લોકોએ મારી સ્તુતિ કરી. હે રાજન ?? હવે આ જન્માષ્ટમીના વ્રતની રીત સાંભળો.
જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરીને પ્રાતઃ કાળમાં પવિત્ર જળથી સ્નાન કરીને મારી પૂજા કરવા સામગ્રી તૈયાર કરવી. ફળ - પુષ્પ - ચંદન વગેરે. દ્વાદક્ષાર મંત્ર બોલીને કોઈ પણ પ્રકારની મારી મૂર્તિ અથવા ચિત્ર પ્રતિમાં સ્થાપિત કરવી. પૂજા - પાઠ કર્યા બાદ કથા - કીર્તન - સ્તોત્ર નો પાઠ વગેરે ભજન - ભક્તિમાં સમય પસાર કરવો. રાતે જાગરણ કરીને પ્રભુ ભક્તિ કરવી. બીજે દિવસે સુપાત્ર બ્રાહ્મણ ને ઇચ્છાનુસાર ભોજન કરાવીને યથાશક્તિ દક્ષિણા આપવી. ને પછી પારણું કરવું. જન્માષ્ટમીનું વ્રત સર્વે વ્રતોમાં ઉત્તમ છે. આ રીતે જે કોઈ જન્માષ્ટમીનું વ્રત કરે છે તેને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને અંતે ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન ?? તત્વ જ્ઞાની મુનિઓએ પણ આ વ્રત વિધિ પૂર્વક કરવું. આ ઉત્તમ વ્રત મારી પ્રસન્નતા આપનાર છે. આવી રીતે ભવિષ્ય પુરાણમાં જન્માષ્ટમીની કથા કહેલી છે.
वामे यस्य स्थिता राधा, श्री श्च यस्यास्ति वक्षसी ।।
वृन्दावनविहारी तं, श्री कृष्णम ह्यदि चिन्तये ।।
🙏🏻🙏🏻 श्री बाल कृष्णो प्रसन्नोस्तु ।। 🙏🏻🙏🏻
🍃🍃🌼🍃🍃 #જન્માષ્ટમી. #જન્માષ્ટમી #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


