રાજસ્થાનમાં 10 કિમી સુધી તબાહી મચાવે તેટલો વિસ્ફોટક ઝડપાતા ખળભળાટ, મોટા ષડયંત્રની આશંકા
દિલ્હીમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર રાજસ્થાન પોલીસ હાઈ એલર્ટ પર છે. આ દરમિયાન રાજસ્થાનની શ્રીનાથજી પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ગેરકાયદે વિસ્ફોટક સામગ્રીથી ભરેલી એક પીકઅપ વાનને જપ્ત કરી છે. વાનમાં 10 કિલોમીટર સુધીના વિસ્તારને ઉડાવી નાખે તેટલો વિસ્ફોટ પદાર્થ હતો.