જંબુસરના દરિયામાં બોટ પલટી, LIVE VIDEO: ભરતીનું પાણી વધી જતા 5 સેકન્ડમાં જ બોટ ઊંધી વળી ગઈ, 23 કામદારોને બચાવાયા, બોટ માલિકનું મોત - Bharuch News
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. જેના લાઈવ દ્દશ્યો સામે આવ્યાં છે. આ દુર્ઘટનામાં બોટ માલિકનું મોત થયું છે, જ્યારે એક કામદાર લાપતા છે. તેમજ 23 કામદારોને બચાવી લેવામાં આવ્યાં છે. ભરતીનું પાણી વધી જતા 5 સેકન્ડમાં જ બોટ ઊંધી વળી ગઈ હતી. | Live footage of boat capsizing in Jambusar sea captured on camera