તમિલનાડુમાં બે બસોની ભયાનક ટક્કર, 11નાં મોત: સીટો વચ્ચે ફસાયા મૃતદેહો, કાચ તોડીને બહાર કઢાયા; 20થી વધુ ઘાયલ, મૃતકોમાં 8 મહિલા-બે બાળકો; હૃદયદ્રાવક દૃશ્યો
તમિલનાડુના શિવગંગા જિલ્લાના તિરુપત્તૂર પાસે રવિવારે બપોરે બે બસો સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં 11 લોકોનાં મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં 8 મહિલાઓ, 2 બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. 20થી વધુ લોકો ઘાયલ થયા છે. શિવગંગાના એસપી શિવા પ્રસાદના જણાવ્યા અનુસાર, કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે. | A head-on collision between two State Transport Corporation buses near Tirupattur in Sivaganga district, Tamil Nadu, killed 11 people, including 8 women and 2 children. Over 20 injured, some critically. VIDEO of the wreckage surfaced.