Sanjay ᗪesai
5K views •
#👮♂️ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું📢 , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરની મુલાકાતે આવનાર છે. આ દરમિયાન શહેરની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા કારણોસર આ બંને દિવસોમાં અમદાવાદ શહેરને ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાવવાની સંપૂર્ણ મનાઈ રહેશે. આ માટે પોલીસ કમિશનર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેનો તમામ નાગરિકોએ ફરજિયાત અમલ કરવાનો રહેશે.ઉત્તરાયણ પર્વ દરમિયાન અકસ્માતો, અવ્યવસ્થા અને નાગરિકોને તકલીફ ન પડે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જાહેર સલામતી, ટ્રાફિક વ્યવસ્થા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.કોઈપણ વ્યક્તિએ જાહેર માર્ગ પર અથવા જોખમી ધાબા પર પતંગ ઉડાવીને પોતાનો કે અન્યનો જીવ જોખમમાં મૂકવો નહીં.
સામાન્ય નાગરિકોને અસહ્ય થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે.
કોઈની લાગણીને દુભાવતું કે ઉશ્કેરણીજનક લખાણ પતંગ પર લખીને પતંગ ઉડાવવાની મનાઈ છે.
ટ્રાફિકમાં અવરોધ સર્જાય તે રીતે કપાયેલા પતંગ અથવા દોરી લેવા દોડાદોડી કરવી નહીં.
વીજળીના તાર અથવા લોખંડ જેવી ધાતુ પર દોરી કે પતંગ કાઢવા અથવા નાખવા પર પ્રતિબંધ છે, જેથી શોર્ટ સર્કિટ અને અકસ્માત ટાળી શકાય.
જાહેર સ્થળે ઘાસચારાનું વેચાણ કરવું તેમજ રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવો મનાઈ છે.
પ્લાસ્ટિક, સિન્થેટિક, ઝેરી પાવડર અથવા અન્ય હાનિકારક પદાર્થોથી બનેલી દોરીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.
ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લોન્ચર અને ચાઈનીઝ દોરીના ઉત્પાદન, ખરીદી, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે પણ ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી અથવા ચાઈનીઝ તુક્કલની ખરીદ-વેચાણ કરવી ગેરકાયદેસર ગણાશે.
#🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #🤩ઉત્તરાયણ Coming Soon🪁 #અમદાવાદ
33 likes
32 shares