તાજા સમાચાર
178 Posts • 498K views
Sanjay ᗪesai
9K views
#🪙ધડાધડ ઘટ્યા સોના ચાંદીના ભાવ📉 ભારતીય બુલિયન બજારમાં 2025ના અંતિમ દિવસોમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો હતો, તે આજે થોડો ઘટાડો થઈ રહ્યો હોય તેવું લાગે છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનું તેના ₹1,42,300 પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી લગભગ ₹500 ઘટીને ₹1,41,800 થયું છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારોમાં હાજર સોનાના ભાવમાં 1.54% ઘટાડો છે, જ્યાં સોનું પ્રતિ ઔંસ $4,462 પર ટ્રેડ થઈ રહ્યું છે.દિલ્હીમાં 30 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,39,390 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,27,790 રૂપિયા પર છે.હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,640 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,39,240 રૂપિયા છે.આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,27,690 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,39,290 પર પહોંચી ગયો છે.ચાંદીના ભાવે આ અઠવાડિયે રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા છે. સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ચાંદી પ્રતિ કિલો ₹2,40,000 ની ઐતિહાસિક ટોચ પર પહોંચી ગઈ છે. જોકે, આજે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો. IBJA મુજબ, મંગળવારે સવારે ભાવ ઘટીને ₹235,440 પ્રતિ કિલો થયા. ગુડરિટર્ન્સ મુજબ, કેટલાક સ્થળોએ ચાંદીના છૂટક ભાવ ₹257,900 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે. યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે. #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #તાજા સમાચાર #સોના ચાંદીના ભાવ માં થશે વધઘટ
32 likes
20 shares
Sanjay ᗪesai
21K views
#😱રાજકોટમાં ભૂકંપના 6 આંચકા, રાજકોટ: જિલ્લામાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર 3.3ની તીવ્રતાનો ભૂકંપ ઉપલેટામાં આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર હોવાનું સામે આવ્યું છે. આ ભૂકંપને કારણે જેતપુર, ધોરાજી સહિતના વિસ્તારોમાં ધરા ધ્રુજી હતી. આ ભૂકંપને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ફફડાટ જોવા મળ્યો છે. રાતના 8:45 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જેમાં જેતલસર, પાંચ પીપળા, પેઢલા સહિતના ગામોમાં આ ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે.આ પહેલા રાજ્યમાં 26 ડિસેમ્બરે પરોઢના 4:30 વાગ્યાના સમયે કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં 4.6 મેગ્નિટ્યુડનો ભૂકંપ અનુભવાયો હતો. દિવસ દરમિયાન કુલ 15થી વધુ આંચકા નોંધાયા છે. ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રણીકાંઠા પાસે, રવમોટીથી આશરે 12.5 કિલોમીટર પશ્ચિમમાં નોંધાયું હતું. 4.6 મેગ્નિટ્યુડનો આ ભૂકંપ જમીનથી આશરે 5 કિલોમીટર નીચેથી ઉત્પન્ન થયો હતો, જે શૅલોઅર (અલ્પ-ઊંડાણ) કેટેગરીમાં આવે છે. આ કારણે ધ્રુજારીનું પ્રમાણ વધુ અનુભવાયું હતું અને પરોઢે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. આ વિસ્તારના પોચા પથ્થરો અને માટીના સ્તરોના કારણે ધ્રુજારી વધુ તીવ્ર અનુભૂતિ થઈ હતી.ભૂકંપ એવો પ્રાકૃતિક પ્રકૃતિનો ભાગ છે જેને રોકી શકાતો નથી. શાળા-કૉલેજના અભ્યાસક્રમમાં ભૂકંપની માહિતીને વધુ સામેલ કરવી જોઈએ અને દરેક ગામે, ઘરોમાં ભૂકંપ વખતે કર્મયોગી બચાવ માટે તાલીમ આપવી જરૂરી છે. બાંધકામ થતાં સમયે દરેક ઇમારત ભૂકંપપ્રૂફ માપદંડ મુજબ બને તે પણ અનિવાર્ય છે.ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરીએ કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થશે. આ પ્રસંગે આપણે એ ભૂકંપને એક ચેતવણી અને શિક્ષા તરીકે લેવી જોઈએ અને ભૂકંપ સાથે સલામતીપૂર્વક જીવતા શીખવાની તૈયારીઓ હવે જ શરૂ કરવી જોઈએ. #ભૂકંપ #તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ #આજના સમાચાર
97 likes
144 shares
Sanjay ᗪesai
5K views
#📢PM મોદી અમદાવાદમાં, PM મોદીએ આજે (12 જાન્યુઆરી) જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું હતું. અહીં બંને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની મુલાકાત પણ લીધી હતી. અહીંથી બંને નેતા પતંગ મહોત્સવમાં પહોંચ્યા છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું છે. આ મુુલાકાત બાદ બપોરે 12 વાગ્યે મહાત્મા મંદિરમાં PM મોદી અને જર્મન ચાન્સેલરની બેઠક યોજાશે.ઉલ્લેખનીય છે કે બંને નેતા જ્યારે અમદાવાદની મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં હવા પ્રદુષણ ગંભીર સ્થિતિમાં છે અને AQI 233 સુધી પહોંચ્યો છે. ગઈકાલે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ભારત મુલાકાત માટે સીધા અમદાવાદ પહોંચ્યા હતા. ITC નર્મદા હોટલમાં ફ્રેડરિક મર્ઝનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મોદી, ફ્રેડરિક 2 દિવસ શહેરમાં, પ્રદૂષણ ઘટાડવા 40 કન્સ્ટ્રક્શન સાઇટ બંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સહિતના વીવીઆઈપી આવી રહ્યા હોવાથી માત્ર પશ્ચિમ વિસ્તારોમાં બે દિવસ માટે કન્સ્ટ્રક્શન સાઇટો બંધ રાખ‌વા આદેશ અપાયો છે, જેથી પ્રદૂષણનો સ્તર ઘટાડી શકાય. ઉપરાંત રોડ, બ્રિજનાં કામ પણ અટકાવ્યાં છે. એટલું જ નહિ, નાગરિકો માટે પ્રદૂષણ ઘટાડવા માટે કોઈ નક્કર આયોજન ન કરનાર મ્યુનિ.એ ઠેર ઠેર વૃક્ષ, બગીચા, મેદાનોમાં પાણીનો છંટકાવ શરૂ કરી દીધો છે તથા જ્યાં જ્યાં કામ ચાલી રહ્યું છે તે જગ્યાઓ પર ગ્રીન નેટ પાથરી દીધી છે. વાડજમાં રામાપીરના ટેકરા પર મોટી સંખ્યામાં મકાન બની રહ્યાં છે તથા આસપાસ રિડેવલપમેન્ટ સાઇટ મળી 40થી વધારે સાઇટ પશ્ચિમના આ વિસ્તારોમાં ચાલી રહી છે. આ સ્થિતિમાં તમામ સાઇટને બે દિવસ માટે બંધ રાખવા આદેશ અપાયો છે. સામાન્ય રીતે બાંધકામ સાઇટમાંથી ઊડતા રજકણોને કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે. #તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🗞️ ગુજરાત અપડેટ્સ
43 likes
26 shares