કવિતા Sરવિરાજ ની
12 Posts • 1K views
Chandrakant H. Madhak
633 views 2 months ago
*ગાંધીનગરથી પ્રસિધ્ધ થતાં દૈનિક અખબાર 'ન્યુઝ ઓફ ગાંધીનગર (જન ફરિયાદ) ' માં વિષય "મનગમતી રચના" શિર્ષક "તારું મારું" મારી પધ રચના પ્રસિદ્ધ કરવા બદલ હું માનનીય તંત્રીશ્રી પ્રદિપભાઈ રાવલ અને માનનીય શ્રી કૌશિકભાઈ શાહ (બોસ્ટન - અમેરિકા) નો હ્રદય પૂર્વક આભાર માનું છુ.* *👈👉તારું મારું 👉👈* *પ્રેમ સ્નેહ મળતાં બચપણમાં લાગ્યું જાણે જીવન બહું પ્યારું છે,* *સુખમાં લાગે વર્ષાથી ખીલતી પ્રકૃતિ જેવું લીલું હરિયાળું છે,* *દુઃખમાં લાગે દિવસે પ્રકાશમાં પણ રાત જેવું અંધારું છે,* *કુદરતે આપ્યું તન મન ધન જે પુરસ્કાર રૂપે તારું છે,* *આશા મોહમાયા સ્વાર્થથી જે મેળવેલ તે પણ ક્યાં મારું છે,* *સરિતાનું સ્વયં વહેતું અમૃત જેવું મીઠું પાણી અમારું છે,* *સાગરમાં ભળ્યા પછી સંગથી મીઠું પાણી પણ ખારું છે,* *ઉડવા માટે પક્ષીઓ માટે તો નભ સઘળું સહિયારું છે,* *પાંખો ફેલાવી વિહંગ માટે ખુલ્લું આકાશ પ્યારું છે,* *ગ્રહણનાં અંધકારમાં ચમકતો ધ્રુવ તારો માર્ગદર્શક મોંધુ મ્હોરું છે,* *સ્વાર્થહીન મળતું 'ચંદ્ર' સૂર્યનું ઉજ્જવળ અંજવાળુ મફત પરબારું છે.* *✍🏻 'ચંદ્ર' ચંદ્રકાન્ત હરીલાલ માઢક* *(નીવૃત પોલીસ સબ ઈન્સ.) રાજકોટ* #કવિતા Sરવિરાજ #કવિતા Sરવિરાજ ની #મોહબ્બત કવિતા
12 likes
15 shares
Chandrakant H. Madhak
774 views 1 months ago
*💐જન્માષ્ટમી ની શુભકામના🚩* *નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી....જુગલ જોડી જસવીર માઢક અને મીહિત ચાંઉ* 🤝🌺💐 #મારી કવિતા #મોહબ્બત કવિતા #કવિતા Sરવિરાજ #કવિતા Sરવિરાજ ની
12 likes
13 shares
Chandrakant H. Madhak
616 views 4 months ago
*ગાંધીનગરથી પ્રસિધ્ધ થતાં દૈનિક અખબાર 'ન્યુઝ ઓફ ગાંધીનગર (જન ફરિયાદ) ' માં વિષય " મેરેજ એન્વર્સરી " અન્વયે મારી પધ રચના શીર્ષક " સફળ લગ્નજીવનનો અવસર" ને પ્રસિદ્ધ કરવા બદલ હું માનનીય તંત્રીશ્રી પ્રદિપભાઈ રાવલ અને માનનીય શ્રી કૌશિકભાઈ શાહ (બોસ્ટન - અમેરિકા) નો હ્રદય પૂર્વક આભાર માનું છું.* *🌹સફળ લગ્નજીવનનો અવસર 💐* *પતિ પત્ની બની લગ્નથી જોડાઈ દાંપત્ય જીવનનાં સ્વપ્નોની ઈંટોથી પાયાથી કરે ચણતર,* *સુખ દુઃખ કે સારાં નરસા પ્રસંગે સયુંકત નિર્ણયથી સાચાં રસ્તે ચાલી દૂર કરે સર્વ વિધ્ન નડતર ,* *સંકટસમયે કે સંતાનો માટે એકબીજા આપ્તજન બની સંવેદનશીલ પાત્રોરૂપે પરિવારનું કરે ઘડતર,* *વૃદ્ધાવસ્થામાં પતિપત્ની લાગણી અતિરેક સહારારૂપે બને એકબીજાનું જીવતર,* *પૌત્ર પૌત્રી સાથે હસતાં રમતાં હૈયે અનુભવે જાણે મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથેનું વળતર,* *સફળ લગ્નજીવનમાં એકબીજા ની ગેરહાજરીમાં અનુભવાઈ ખોટ ત્યારે જીવનરૂપી તનમાં વ્યાપે કળતર,* *" ચંદ્ર " સૂર્ય અસ્ત ભુલી ઉદય થાય તેમ દાંપત્યજીવનમાં સમર્પિત બનો ત્યારે લગ્નતિથિ ઉજવણીનો બને સાચો અવસર.* *✍🏻 " ચંદ્ર " ચંદ્રકાન્ત હરીલાલ માઢક* *(નીવૃત પોલીસ સબ ઇન્સ ) રાજકોટ* #મારી કવિતા #મોહબ્બત કવિતા #કવિતા Sરવિરાજ #કવિતા Sરવિરાજ ની
13 likes
13 shares
Chandrakant H. Madhak
659 views 4 months ago
*💐આપણી કલમે સાહિત્ય સરવાણી ગ્રુપ દ્વારા પ્રકાશિત "એપ્રિલ-મે-૨૦૨૫" માસના સુંદર અને આકર્ષક અંક પ્રકાશિત કરવા બદલ હું એડમિન ટીમ આયોજકો બહેન શ્રી નિકી મલય તથા શ્રી જે એમ ભમ્મર સર તથા શ્રી ભવદીપભાઈ વાઘેલા ને અભિનંદન પાઠવું છું જે અંક માં મારી કૃતિ " વાણી થી વહેતું પાણી "ને સ્થાન આપવા બદલ હાર્દિક આભાર વ્યક્ત કરું છું.🙏* *👉 વાણીથી વહેતું પાણી 👈* *શબ્દોને સુંદર શણગાર આપી સહજતાથી બોલજો મધુર વાણી,* *સત્ય સાથે સરળતાથી બોલી કરજો તમારા સંસ્કારની લ્હાણી,* *કરશો વાણી વિલાસ તો થઈ જશે આબરૂ ધૂળધાણી,* *બોલો નહીં એવી વાણી વહે કોઈની આંખ માંથી આંસુરૂપે પાણી,* *ચક્ષુ માંથી વહે અશ્રુ જ્યારે દુભાઈ દિલની લાખેણી લાગણી,* *પ્રેમ હર્ષ આનંદનાં અતિરેકમાં પણ વહે સ્નેહની સરવાણી,* *આંખોનું વહેતું આંસુ મોતી કે પાણી માનો સત્ય હકીકત જાણી,* *" ચંદ્ર " ની શીતળ છાયા જેવી વહાવો સરવાણી સાંભળી લાગે અમૃત વાણી.* *✍🏻' ચંદ્ર ' ચંદ્રકાન્ત હરીલાલ માઢક* *(નીવૃત પોલીસ સબ ઇન્સ.)રાજકોટ* #કવિ #મારી કવિતા #મોહબ્બત કવિતા #કવિતા Sરવિરાજ #કવિતા Sરવિરાજ ની
11 likes
10 shares