#જય સોમનાથ મહાદેવ
નાવા જાઈયે રે શ્રાવણે સોમનાથ રે
માણી લૈયેરે દરિયાની મોજમાં રે
નાવા જાઈયે રે શ્રાવણે સોમનાથ રે
જોશું રમઝમતી વાદળી આવશે કે
વરસી ને મીઠા મેઘ નાખશે રે
નાવા જાઈયે રે શ્રાવણે સોમનાથ રે
ધોયા વાળને સ્વચ્છ તો ઝાપટયા રે
સોમેશ્વર પ્રશન થઈ પ્રગટ્યા રે
નાવા જાઈયે રે શ્રાવણે સોમનાથ રે
તન ધોયું દરિયાની લહેરમા રે
મન ધોયું મહાદેવની મહેરમાં રે
નાવા જાઈયે રે શ્રાવણે સોમનાથ રે
માની લઉં રે ખરેખર ભગવાન મળ્યા
ત્યારે લાગ્યું અમે તો ગંગામાં તરયા
નાવા જાઈયે રે શ્રાવણયે સોમનાથ રે
બેસી રહેવું મહાદેવ ના મંદિરયામાં
ઉજાળુ કરું આ અંતરિયાને રે
નાવા જાઈયે રે શ્રાવણે સોમનાથ રે