📽 લેટેસ્ટ અપડેટ વીડિયો
15K Posts • 125M views
#😲કોહલીની એક ઝલક માટે પડાપડી, વડોદરાના ઇન્ટરનેશનલ કોટંબી સ્ટેડિયમમાં 15 વર્ષ બાદ ગઈકાલે ભારત અને ન્યુઝીલેન્ડની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ હતી. આ મેચની યાદગાર ક્ષણ એ રહી કે, ભારતને ન્યૂઝીલેન્ડએ આપેલા પડકાર સામે ભારતે ચાર વિકેટથી ભારે રસાકસી બાદ જીત મેળવી હતી. ભારતની આ જીત બાદ હજારો ચાલકોને આશા બંધાઈ છે કે, ફરી એકવાર અહીંયા ઈન્ટરનેશનલ મેચ યોજાય.આજે ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ બંને ટીમ આગામી મેચ માટે રવાના થઈ છે. વડોદરા એરપોર્ટ પર બંને ટીમના ખેલાડિઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. આ લોકોમાં વિરાટ કોહલીના બે નાના ફેન્સ પણ હતાં, જેઓ હાથમાં બેનર લઈ વિરાટના ઓટોગ્રાફ માટે ઊભા હતાં. કોહલીની સાઈન ન મળતા એક 12 વર્ષીય સિરોની રેડ્ડી રડી પડી હતીવડોદરાથી ભારતીય ટીમ રાજકોટ રવાના 11 જાન્યુઆરીને રવિવારના રોજ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 300 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. ઈન્ડિયન ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. હવે બીજી મેચ 14 જાન્યુઆરીને ઉત્તરાયણના દિવસે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. આજે તમામ ખેલાડીઓ વડોદરાથી રાજકોટ જવા રવાના થયા છે. #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🔥 બિગ અપડેટ્સ #🏆ટીમ ઈન્ડિયા🏏 #🏏 ક્રિકેટ હાઈલાઈટ્સ
11 likes
11 shares