📢3 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕
162 Posts • 978K views
jasmit
1K views
મુંબઈમાં ગુડ ડે બિસ્કીટમાં જીવતી ઈયળ : ગ્રાહકને રૂ. એક લાખ 75 હજારનું વળતર. મુંબઈમાં રહેતી 34 વર્ષની મહિલાએ બ્રિટાનિયાના ગુડ ડે બિસ્કિટના પેકેટમાંથી બે બિસ્કિટ / ખાધા બાદ તેની તબિયત બગડી હતી. એ પછી તપાસ કરતાં તેને ખબર પડી હતી કે બીજાં બિસ્કિટમાં જીવતી ઈયળ હતી. ત્યાર બાદ તેણે ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્યુટ રિડ્રેસલ કમિશનમાં ફરિયાદ કરી હતી. એના ચુકાદામાં કમિશને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બિસ્કિટ જે દુકાનમાંથી લીધાં હતાં એને 1.75 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. 2019માં ચર્ચગેટ સ્ટેશનના એક સ્ટોરમાંથી આ યુવતીએ ગુડ બિસ્કિટનું પેકેટ ખરીદ્યું હતું. એમાંથી કે બે બિસ્કિટ ખાધા બાદ તેને ઊલટી થવા જેવું લાગવા માંડયું હતું. તેણે જ્યારે પેકેટનાં બીજાં બિસ્કિટ તપાસ્યાં ત્યારે દેખાયું કે બિસ્કિટમાં જીવતી ઈયળ છે. ત્યાર બાદ તેણે સાઉથ મુંબઈમાં ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્યુટ રિડ્રેસલ કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી તેમ જ બિસ્કિટના સેમ્પલનું પરીક્ષણ કરાવતાં એ ખાવાલાયક ન હોવાનું જણાયું હતું. તેથી તેણે ઉત્પાદક સામે 2.50 લાખ રૂપિયા વળતરરૂપે અને 50,000 માનસિક ત્રાસ બદલ માગ્યા હતા. કમિશને આ કેસમાં 1.75 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. #📢3 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕
22 likes
14 shares