' આનંદ' ની કાવ્ય ગોષ્ટી
214 Posts • 44K views
Chandrakant H. Madhak
688 views 3 months ago
🌹🌺💐🚩ૐ નમઃ શિવાય🚩💐🌺🌹 ગાંધીનગરથી પ્રસિધ્ધ થતાં દૈનિક અખબાર 'ન્યુઝ ઓફ ગાંધીનગર (જન ફરિયાદ) ' માં વિષય " પવિત્ર શ્રાવણ માસ " અન્વયે શિર્ષક " સર્વ વ્યાપ મહાદેવ " ની પધ રચના જેમાં દ્રાદશ જ્યોતિર્લિંગ ની સ્થાપના ઇતિહાસ સ્થળ સાથેની મારી સ્વરચિત પધ રચના જે મહાદેવનાં શરણમાં નતમસ્તકે અર્પણ કરી જે રચના પ્રસિદ્ધ કરવા બદલ હું માનનીય તંત્રીશ્રી પ્રદિપભાઈ રાવલ અને માનનીય શ્રી કૌશિકભાઈ શાહ (બોસ્ટન- અમેરિકા) નો હ્રદય પૂર્વક આભાર માનું છુ🙏 🚩 સૃષ્ટિમાં સર્વવ્યાપ મહાદેવ 🚩 ------------------------------------ ચંદ્રનાં ક્ષયનાં દુઃખ દર્દ દૂર કરી બિરાજ્યાં ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, શિવ પાર્વતીનાં પુત્ર ગણેશ કાર્તિકનાં પ્રેમનાં પરિણામથી સ્થાપિત આંધ્રપ્રદેશમાં શૈલે મલ્લિકાર્જુન મહાદેવ, રાક્ષસ દૂષણનો નાશ કરી મધ્યપ્રદેશમાં વિક્રમાદિત્યનાં ઉજ્જૈનમાં સદાય રાજા છે મહાકાલેશ્વર મહાદેવ, વિંધ્યાશલ પર્વતએ મેરુથી મહાન બનવાં કરી પ્રાર્થનાથી નર્મદા તટે પ્રગટ્યાં બે હોવા છતાં એક મમલેશ્વર ને ૐકારેશ્વર મહાદેવ, રાવણ નવ શીશ કાપી શિવપૂજા કરતાં ઝારખંડ દેવઘરમાં પ્રગટ્યાં વૈધનાથ મહાદેવ, અસુર ભીમાનાં અત્યાચારથી મહારાષ્ટ્ર પુના સહ્યાદ્રી પર્વતમાં ભીમાનદી તટે પ્રગટયા ભીમાશંકર મહાદેવ, ભગવાન શ્રીરામે જ તમિલનાડુ સમુદ્ર તટે રામનાથપુરમ ખાતે શિવજીનાં આશિર્વાદ સાથે સ્થાપ્યું રામેશ્વર મહાદેવ, શિવભક્ત સુપ્રિયાની ભક્તિથી દારુક રાક્ષસનો નાશ કરી વ્હારે આવી પ્રગટ્યાં ગુજરાત માં દ્રારકા પાસે નાગેશ્વર મહાદેવ, બ્રહ્મા વિષ્ણુનો અહમ દૂર કરી મોક્ષનગરી કાશી વારાણસીમાં શક્તિ સાથે શિવ બિરાજ્યાં વિશ્વનાથ મહાદેવ, ગૌતમ મુનિ અહલ્યાને ગૌહત્યા નાં શ્રાપથી મુક્ત કરવા ગંગાજી સાથે મહારાષ્ટ્ર નાસિકમાં પ્રગટ્યાં ત્રંબેકશ્વર મહાદેવ, હિમાલયમાં પાંડવોનું પાપનું પ્રાયશ્ચિત કરવાં શ્રદ્ધા આસ્થા ભક્તિરૂપે પ્રગટ્યા ઉત્તરાખંડમાં કેદારનાથ મહાદેવ, બહેન સુધાની બાળ હત્યાથી ધુષ્માની આસ્થા થી પુત્ર સજીવન કરી મહારાષ્ટ્ર દોલતાબાદમાં સ્થાપિત થયાં ધુષ્ણેશ્વર મહાદેવ. સનાતન ભારત દેશમાં આરંભ થી અંત જન્મથી મરણ સુધી સર્વ વ્યાપ છે ફક્ત મહાદેવનું નામ, ' ચંદ્ર ' સૂર્યનાં ઉજ્જવળતા જેવું સૃષ્ટિમાં પ્રકાશિત છે બાર જ્યોતિર્લિંગ સાથે મહાદેવ શંકરનું સર્વશ્રેષ્ઠ નામ. ✍️' ચંદ્ર ' ચંદ્રકાન્ત હરીલાલ માઢક (નીવૃત પોલીસ સબ ઇન્સ.) રાજકોટ #કાવ્ય #' આનંદ' ની કાવ્ય ગોષ્ટી #પ્રસંગ કાવ્ય #મારી કાવ્ય ગલઝ #કાવ્ય સંગીત
14 likes
8 shares