✋ રાશિફળ
#

✋ રાશિફળ

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. બંને તરફથી આજે તમારી આવક વધશે. પરિવારની માટે આજે તમે વાહન કે પછી બીજી કોઈ વસ્તુ ખરીદવાના યોગ છે. ઘર સાજ સજાવટ માટે ખર્ચ થશે. તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે. જે લોકો પોતાનું જીવન એકલું ગાળી રહ્યા છે તેમના જીવનમાં નવા લોકોનું આગમન થશે. આજે કાન, ગળું અને સ્કીન સંબંધિત કોઈ તકલીફ થશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળી શકે છે. સમાજમાં તમારી નામના થશે લોકોની ભીડમાંથી આજે તમે તમારી ઓળખાણ બનાવી શકશો. આજે વેપારી મિત્રોને કોઈપણ ઉતાવળમાં પૈસા રોકવાના નથી. ટૂંક સમયમાં તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થવાના ચાન્સ છે. શુભ અંક : ૨ શુભ રંગ : પીળો 2.વૃષભ – બ,વ,ઉ (Taurus): શેર, કોમોડીટી અને શરત પર કામ કરતા મિત્રોને આજે આર્થિક નુકશાન થઇ શકે છે, પરિવારમાં શાંતિ અને સુખ બનાવી રાખવા બધા સાથે બેસીને કોઈ એક નિર્ણય પર આવો. આજે અમુક જવાબદારીઓ અને હિંમત ભરેલ કામ તમારે કરવાનું રહેશે. આજે જીવનસાથી તરફથી તમને સારો સપોર્ટ મળશે. આજે અબોલા ચાલી રહેલ બે લોકો વચ્ચે સંબંધો મજબુત થશે. આજે દિવસની શરૂઆત કસરત અને યોગાથી કરજો. આજે સાંજના સમયે માથાનો દુખાવો થઇ શકે છે. ટેકનિકલ લાઈનના વિદ્યાર્થીને સફળતા મળશે. આજે વેપારમાં તમારે તમારી આવડત અને સમજદારીથી આગળ વધવાનું રહેશે. ભાગીદારીથી તમને નુકશાન થવાની સંભાવના છે. શુભ અંક : ૮ શુભ રંગ : લીલો 3. મિથુન – ક,છ,ઘ (Gemini): લેવડ દેવડમાં અને પૈસા ઇન્વેસ્ટ કરવામાં ખાસ કાળજી રાખવી. આજે કોઈપણ વિશ્વાસપાત્ર વ્યક્તિ તમારી સાથે દગો કરી શકે છે. આજે પારિવારિક જીવન થોડું તણાવથી ભરેલું હશે. કોઈપણ વાદ વિવાદમાં પડતા પહેલા વિચારજો. જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. રસ્તા પર ગાડી ચલાવતા અને રસ્તો ઓળંગતા ખાસ તકેદારી રાખજો. આજે સ્વાસ્થ્યને સારું રાખવા માટે તીખું, તળેલું અને જંકફૂડ ખાવાથી બચવું. આજે કામના ભારણમાં વધારો થશે. નોકરી કરતા મિત્રો દ્વારા કરવામાં આવેલ કામથી ઉચ્ચ અધિકારીઓ ખુશ હશે. આજે ઠંડાપીણા અને હોટલના બિઝનેસ સાથે જોડાયેલ મિત્રોને ધનલાભ થશે. શુભ અંક : ૬ શુભ રંગ : લાલ 4. કર્ક – ડ,હ (Cancer): આજે એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માંગતા મિત્રોને સફળતા મળશે, કોઈને પણ પૈસા ઉધાર આપતા પહેલા વિચારજો આજે પૈસા ડૂબવાના ચાન્સ છે. ઉતાવળે કોઈપણ નિર્ણય લેવાનો નથી. ઘરમાં કોઈ સારો પ્રસંગ લેવાના યોગ છે. ભાઈ અને બહેન સાથે સંબંધ મજબુત થશે અને લાંબી યાત્રા કરવી પડી શકે છે. લગ્નજીવનમાં ખુશીઓની વૃદ્ધિ થશે. આજે તમે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકો છો. આજે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ યોગ્ય દિવસ નથી. આજે થોડો સમય કસરત માટે પણ ફાળવો. આજના દિવસે વિદ્યાર્થી મિત્રોને સારી સફળતા મળશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે. આજે વેપારી મિત્રોને આવકના નવા સ્ત્રોત મળશે. શુભ અંક : ૧ શુભ રંગ : લીલો 5. સિંહ – મ,ટ (Lio): આજે પૈસા કમાવવા માટેના ઘણા રસ્તાઓ તમારી સામે આવશે. આજે માનસિક ઊર્જા એક અનોખા લેવલ પર હશે. મિત્રો સાથે એક યાદગાર મુસાફરી કરી શકો છો. તમે આજે ઘણી ઊર્જા સાથે બધા કામ પાર પાડશો. આજે વડીલ મિત્રોને સાંધાના ક=દુઃખાવાની તકલીફ થઇ શકે છે. સવારે દરરોજ કસરત કરવી જોઈએ. પરણિત મિત્રો માટે આજનો દિવસ ઠીક ઠીક હશે. તમારે એકબીજાની વાતને શાંતિથી સાંભળવી જોઈએ. આજે નોકરી કરતા મિત્રોને સફળતા મળશે એટલા માટે અમુક શત્રુઓ તમારાથી ઈર્ષા થશે. તમારા કામમાં તેઓ મુશ્કેલી ઉભી કરી શકે છે. આજે પૈસા કમાવવા માટે તમે તમારી ક્ષમતા બહારનું કામ કરશો. શુભ અંક : ૭ શુભ રંગ : આસમાની 6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા વિચારજો ઉતાવળ કરવી નહિ. આજે ભવિષ્ય માટે પૈસાનું સારું પ્લાનિંગ કરી શકશો. પારિવારિક જીવન માટે આજનો દિવસ ઘણો સારો સાબિત થશે. પરિવારમાં સુખ અને શાંતિ વધશે. દાંપત્યજીવન માટે આજનો સમય મિશ્રફળ દાયી હશે. નોકરી કરતા મિત્રો તેમના કામને લીધે પરિવારને ઓછો સમય આપી શકશે. આને વધારે કામ હોવાથી માનસિક અને શારીરિક થાક લાગશે. આજે કામ માંથી બ્રેક લઈને આરામ કરવાનું રાખજો. આજે વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે નહિ. પ્રોપર્ટીના બિઝનેસ સાથે જોડાયેલ વ્યક્તિને ધનલાભ થશે. આર્થિક પરીસ્થિતિ મજબુત થશે. શુભ અંક : ૯ શુભ રંગ : નારંગી 7. તુલા – ર,ત (Libra): અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે તમને એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટેના રસ્તાઓ ખુલશે. આજે મિત્રો સાથે તમારા સંબંધો વધુ મજબુત થશે. આજે ગ્રહો તમારી તરફેણમાં હશે. જેનાથી તમારા કામમાં તમને સફળતા મળશે. જીવનસાથી સાથે વાત કરો અને તેમને કોઈ તકલીફ હોય તો તેમને સમજવાનો પ્રયત્ન કરો. આજે પેટમાં સંક્રમણ, અપચો અને અનિન્દ્રા જેવી સમસ્યા થઇ શકે છે. આજે લગ્ન કરવા માંગતા મિત્રોને સારા ઘરમાંથી માંગા આવશે. આજે વિદ્યાર્થીઓ માટે પણ સારો દિવસ છે જે લોકો આર્ટ અને ચામડી જેવા વિષય સાથે જોડાયેલ છે તેમને પણ સફળતા મળશે. આજે કોઈપણ પાસેથી ઉધાર પૈસા લેતા પહેલા વિચારજો. થોડા સમય માટે તમને થોડી મુશ્કેલીઓ થશે પણ પછી તેમાં રાહત જણાશે. શુભ અંક : ૫ શુભ રંગ : કાળો 8. વૃશ્ચિક – ન,ય(Scorpio): આજે ખૂબ ખુશીનો દિવસ છે. જુના મિત્રો અને પરિવાર સાથે મળીને કોઈ સારું કાર્ય કરો જેમ કે જરૂરિયાત વાળા લોકોને મદદરૂપ થાવ. આજે તમને તમારા સહકાર્યકરો તરફથી પણ સારો સપોર્ટ મળી રહેશે. આજે ખુશીમાં ને ખુશીમાં કોઈ અજાણ્યાની પાછળ વધારાનો ખર્ચ ના થઇ જાય તેનું ધ્યાન રાખજો. તમારો ખુશમિજાજ સ્વભાવ દરેક લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. આજે બેન્કના કાર્ય કરો ત્યારે ખાસ તકેદારી રાખો. સાંજનો સમય પરિવાર માટે ફાળવો જેનાથી તમે પરિવારના સભ્યો તમારા માટે સુ વિચારે છે તે જાણી શકશો. શુભ અંક : ૫ શુભ રંગ : લાલ 9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની મદદથી આજે મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તમને તેનાથી ખુબ આર્થિક લાભ થશે. પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે. આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે. શુભ અંક : ૫ શુભ રંગ : નારંગી 10. મકર – જ, ખ (Capricorn): તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો. શુભ અંક : ૧ શુભ રંગ : ગુલાબી 11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે તમારે તમારા વર્તન અને બોલી પર વિશેષ ધ્યાન રાખવાનું છે તમારા દ્વારા બોલાયેલા શબ્દોના કારણે તમારા વડીલો અને પરિવારજનો તરફથી તમારે નારાજગી સહન કરવી પડશે. આજે ઓફીસના કામમાં પણ તમારું મન લાગશે નહિ. તમારા અટકી પડેલા પ્રોજેક્ટ પર ફરીથી તૈયારી કરો અને જે પણ યોગ્ય લાગે એ નિર્ણય કરો. તમારે આજે સાંજે ઘરે બધાને ખુશ કરવા માટે થોડો ખર્ચ કરો અને તેમને તમારી પરિસ્થિતિ સમજાવો તમને તમારો પરિવાર સાથ જરૂર આપશે. કામ કરવામાં પણ થોડી સાવધાની રાખો કોઈ તમારું કામ બગાડે નહિ એ ધ્યાન રાખજો. શુભ અંક : ૭ શુભ રંગ : લાલ 12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. નાના મોટા દરેક તમારા સાથે કાર્ય કરતા વ્યક્તિઓનો આભાર માનજો. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે. તમારા જીવનસાથીને પણ થોડો સમય આપો નહિ તો એ તમારાથી નારાજ થઇ જશે. શુભ અંક : ૨ શુભ રંગ : જાંબલી આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ. જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે. સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે. નોકરી-ધંધો – પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. કૌટુંબિક-પારિવારિક – વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.
847 views
15 hours ago
#

✋ રાશિફળ

મેષ – અ, લ, ઈ આજે લોકો તમારું સિક્રેટ જાણવા માટે કશું પણ કરી જશે. આજનું વાતાવરણ તમને ખુશ કરી દેશે, ખાવામાં થોડી સાવધાની રાખો બહારનું અને ખુલ્લી જગ્યાઓના ભોજનથી દૂર રહો. તમારા લાંબા સમયથી અટકી રહેલા પ્રોજેક્ટ ફ્લોર પર આવશે અને એ પ્રોજેક્ટ તમારી સફળતાનું કારણ બની રહેશે. તમારે આજનું કામ આજે જ પૂરું કરવાનું રહેશે, કાલે એ કામ કરવાનું રાખશો તો ઘણીબધી અડચણ આવી શકે છે. વડીલોની તબિયત પ્રત્યે થોડી સાવધાની રાખો. નિયમિત બોડી ચેકઅપ કરાવવાનું અને નિયમિત દવાઓ લેવાનું રાખો. શુભ અંક : ૩ શુભ રંગ : કાળોવૃષભ – બ, વ, ઉ આજે કોઈપણને ખુશ કરવા માટે બહુ પ્રયત્ન ના કરશો તમારી બધી મહેનત પર પાણી ફરી શકે છે. મહેનતથી કમાયેલા પૈસા સાચવીને વાપરો ક્યાંક તમારા બચત કરેલા પૈસા કોઈ ફાલતું અને વધારાના ખર્ચમાં વપરાઈ જાય નહિ તેનું ધ્યાન રાખજો. આજે પૈસા બનાવવાની ઘણી બધી તક તમારી સામે આવશે તો એમાંથી પૂરી ચકાસણી કરીને જે વધુ સેફ અને યોગ હોય એમાં પૈસાનું રોકાણ કરજો. આજે સામે ચાલીને તમને કોઈ કામ સોંપે તો ના કહેશો નહિ એમનું કામ કરી આપો. તમારું કરેલું કામ એ ભવિષ્યમાં ખૂબ ફાયદો અપાવશે. શુભ અંક : ૯ શુભ રંગ : લીલોમિથુન – ક, છ, ઘ હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે. શુભ અંક : ૬ શુભ રંગ : લીલોકર્ક – ડ, હ જો તમે મેકઓવર કરાવવા માટે પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ યોગ્ય છે. તમારા નવા અવતારને જોઇને દરેક મિત્રો તમારાથી ઈમ્પ્રેશ થઇ જશે. આજે બાળકોના ભવિષ્યને લઈને થોડી ચિંતા તમને થશે. બહુ ટેન્શન લઈને મન પર બહુ ભાર રાખશો નહિ. માથાનો દુખાવો આજે તમને હેરાન કરશે. પરિવારના વડીલ સાથે કોઈ વાતને લઈને ઝઘડો ના થાય એ ધ્યાન રાખજો. ઓફીસમાં બધા તમારી વાહ વાહ કરશે તમારા કામની સરાહના થશે જેનાથી તમારું મન પ્રફુલિત રહેશે. શુભ અંક : ૭ શુભ રંગ : આસમાનીસિંહ – મ, ટ પૈસા અને પ્રસિદ્ધિ પાછળ આંખો બંધ કરીને ના દોડશો એ તમને ભવિષ્યમાં નુકશાન પહોચાડી શકે છે. આજે વાતાવરણને કારણે જૂની કોઈ પીડા તમને દર્દ આપશે તો દવા અને આરામ બંને જરૂરી છે. પરિવાર સાથે આજે કોઈ શાંત જગ્યાની મુલાકાત લેવાનો પ્લાન બનાવો જે તમારા તન અને મનને ખુશી આપશે. જે મિત્રોને ઘણા સમયથી યોગ્ય કાર્ય કરવા માટે રસ્તો નથી સુજતો તેમના માટે આજે સારો દિવસ છે બસ તમારા વડીલો અને ગુરુની સલાહ લેવાનું ભૂલતા નહિ. આજે જુના મિત્રો સાથે સંપર્ક કરો તમારું મન પણ ખુશ થઇ જશે અને મિત્રોને પણ સારું લાગશે. આજનો દિવસ તમારા જીવનસાથી સાથે વિતાવવા માટેનો યોગ્ય દિવસ છે. શુભ અંક : ૪ શુભ રંગ : નારંગીકન્યા – પ, ઠ, ણ કોઈપણ નિર્ણય ઉતાવળમાં અને આવેશમાં આવીને કરવો નહિ. આજે બની શકે તો ખરીદી કરવા જવાનું ટાળો. કામ કરો ત્યારે મન એકદમ શાંત અને ચહેરા પર મુસ્કાન રાખો. ઓફિસમાં થયેલ તકલીફ કે અડચણનો ગુસ્સો ઓફીસમાં જ મૂકી ને ઘરે આવજો. તામ્ર કામની અસર ઘરના વાતાવરણમાં થવી જોઈએ નહિ. એવું કરવાથી તમારા ઘરમાં અને પરિવારના સભ્યોમાં તણાવનો માહોલ સર્જાઈ શકે છે. સંતાનો તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે મહિલાઓ માટે આજે સમય અનુકુળ છે જો તમે ઘરે બેઠા બેઠા જ કોઈ નવા કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો આજથી જ શરૂઆત કરો. શુભ અંક : ૨ શુભ રંગ : આસમાનીતુલા – ર, ત સવારમાં પૈસા રોકાણ માટેના સારા યોગ છે તો કોઈ સાથે મહત્વની મીટીંગ કરવાની હોય તો કરી લેજો. તમે જે પણ નિર્ણય લો એમાં તમને ક્યારે અને કેવીરીતે ફાયદો મળશે એ વાતની ખાસ ચોખવટ કરજો. આજે પૈસા કમાવવાનો સારો દિવસ છે બસ ફક્ત થોડી તકેદારી અને સાવધાની રાખજો. વાણી વર્તનમાં આજે ખાસ ધ્યાન રાખજો. દિવસનો અંત તમને મનની શાંતિ આપશે. આજે સામાજિક કાર્યોને લીધે થોડી દોડધામ વધી જશે. જુના મિત્રો સાથેનું મિલન તમારા મનને ખુશ કરી જશે. શુભ અંક : ૮ શુભ રંગ : લાલવૃષિક – ન, ય પહેલા કરેલા કાર્યનું આજે તમને વળતર મળશે જેના કારણે આજનો આખો દિવસ તમારો ખુશનુમા રહેશે. તમારા પરિવારજનો અને જીવનસાથીને સરપ્રાઈઝ આપો અને ખુશ કરી દો. તમારા જુના મિત્રોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે ખાવા પીવામાં ધ્યાન રાખવું નહિ તો તમારી તબિયત બગડી શકે છે. ટૂંક સમયમાં પ્રિયપાત્ર સાથે પ્રવાસના યોગ છે. દરેક વાતને હસતા હસતા સ્વીકારવાની વૃતિ તમને ફાયદો કરાવશે. આજે કોઈપણ વચન આપતા પહેલા કે શરત લગાવતા પહેલા સો વાર વિચાર કરજો નહિ તો પસ્તાવું પડશે.. શુભ અંક : ૧ શુભ રંગ : પીળોધન – ભ, ધ, ફ, ઢ આજે લોકો તમારું સિક્રેટ જાણવા માટે કશું પણ કરી જશે. આજનું વાતાવરણ તમને ખુશ કરી દેશે, ખાવામાં થોડી સાવધાની રાખો બહારનું અને ખુલ્લી જગ્યાઓના ભોજનથી દૂર રહો. તમારા લાંબા સમયથી અટકી રહેલા પ્રોજેક્ટ ફ્લોર પર આવશે અને એ પ્રોજેક્ટ તમારી સફળતાનું કારણ બની રહેશે. તમારે આજનું કામ આજે જ પૂરું કરવાનું રહેશે, કાલે એ કામ કરવાનું રાખશો તો ઘણીબધી અડચણ આવી શકે છે. વડીલોની તબિયત પ્રત્યે થોડી સાવધાની રાખો. નિયમિત બોડી ચેકઅપ કરાવવાનું અને નિયમિત દવાઓ લેવાનું રાખો. શુભ અંક : ૮ શુભ રંગ : જાંબલીમકર – જ, ખ આજનો દિવસ જીવનનો યાદગાર દિવસ બની રહેશે. નોકરી કરતા મિત્રો માટે આજે પ્રમોશનના યોગ મળી રહ્યા છે. પ્રમોશન નહિ થાય તો સેલેરી પણ વધી શકે છે. આજે કોઈપણ ગરીબ બાળકની ભૂખ સંતોષાય એવું કાર્ય કરો તેના ચહેરાની મુસ્કાન જોઇને તમને પણ આનંદ થશે. મહેનતથી કમાયેલા પૈસા સાચવીને વાપરો ક્યાંક તમારા બચત કરેલા પૈસા કોઈ ફાલતું અને વધારાના ખર્ચમાં વપરાઈ જાય નહિ તેનું ધ્યાન રાખજો. આજે પૈસા બનાવવાની ઘણી બધી તક તમારી સામે આવશે તો એમાંથી પૂરી ચકાસણી કરીને જે વધુ સેફ અને યોગ હોય એમાં પૈસાનું રોકાણ કરજો. શુભ અંક : ૧ શુભ રંગ : સફેદકુંભ – ગ, શ, સ આજે સવારથી જ તબિયત થોડી નરમગરમ રહેશે. તો હવે બહુ બેદરકાર બનશો નહિ અને ડોક્ટરની મુલાકાત લેવાનું નક્કી કરો. તમારી તબિયતની અસર પરિવાર પર પણ પડશે, બધા તમારી સેવા માટે આગળ પાછળ રહેશે. બની શકે એટલો આજે આરામ કરો. નોકરી કરતા મિત્રોને આજે ઓફિસમાં સાવચેતીથી કામ કરવાનું છે તમારી એક નાનકડી ભૂલ તમને નુકશાન પહોચાડી શકે છે. આજે દરેક સાથે નરમાશથી વાત કરો આજે પરિવારમાં પણ કોઈની તબિયત બગડી શકે છે. શુભ અંક : ૫ શુભ રંગ : ગુલાબીમીન – દ, ચ, જ, થ આજે કોઈપણ નિર્ણય કરતા પહેલા તમારે તે નિર્ણયની કેવી અસર થશે એ ચકાવાનું રહેશે પછી જ કોઈ અંતિમ નિર્ણય પર આવજો. આજે હૃદયમાં પ્રેમના ભાવ જાગશે જે તમને એક અલગ જ વિશ્વની સફર કરાવશે. પૈસા અને પ્રસિદ્ધિ પાછળ આંખો બંધ કરીને ના દોડશો એ તમને ભવિષ્યમાં નુકશાન પહોચાડી શકે છે. આજે વાતાવરણને કારણે જૂની કોઈ પીડા તમને દર્દ આપશે તો દવા અને આરામ બંને જરૂરી છે. પરિવાર સાથે આજે કોઈ શાંત જગ્યાની મુલાકાત લેવાનો પ્લાન બનાવો જે તમારા તન અને મનને ખુશી આપશે. જે મિત્રોને ઘણા સમયથી યોગ્ય કાર્ય કરવા માટે રસ્તો નથી સુજતો તેમના માટે આજે સારો દિવસ છે બસ તમારા વડીલો અને ગુરુની સલાહ લેવાનું ભૂલતા નહિ. શુભ અંક : ૯ શુભ રંગ : કેસરી આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ. જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે. સ્વાસ્થ્ય – આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો. નોકરી-ધંધો – આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે. કૌટુંબિક-પારિવારિક – વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો. જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી.
3k views
2 days ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post